Ebrahim Raisi : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસી અને વિદેશ મંત્રીનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ADVERTISEMENT

Ebrahim Raisi
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું મોત
social share
google news

Iran President Helicopter Crash: ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી  (Ebrahim Raisi) ને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના ક્રેશ થયા બાદ આખા ઈરાનના લોકો રાષ્ટ્રપતિને લઈને ચિંતત છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી (63 વર્ષ)ના નિધનના સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે હેલિકોપ્ટર ક્રેશમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને ઈરાનના વિદેશ મંત્રીનું નિધન થયું છે. ઈરાન સરકાર તરફથી સત્તાવાર રીતે આ અંગેની પુષ્ટી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. તેમાં ઈરાનના ઘણા અન્ય અધિકારી પણ સવાર હતા.

PM મોદીએ વ્યક્ત કર્યો શોક

મીડિયા રિપોર્ટ્સમાં કરાયો દાવો

સમાચાર એજન્સી રૉયટર્સ સાથે વાતચીતમાં અધિકારીઓએ જણાવ્યું કે, 'રાષ્ટ્રપતિ રાઈસી, વિદેશ મંત્રી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ અધિકારીઓના નિધન થયા છે.'  રિપોર્ટ અનુસાર, ઈરાની મેહર ન્યૂઝ એજન્સી તરફથી પણ મોતની પુષ્ટી કરી દેવામાં આવી છે. આ પહેલા રૉયટર્સને એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને અબ્દુલહિયાને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બળીને ખાખ થઈ ગયું હતું. 

પહેલા આવ્યા હતા આ સમાચાર 

આ પહેલા સમાચાર એજન્સી રોયટર્સે ઈરાનના એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે રેસ્ક્યુ ટીમો દુર્ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને વિદેશ મંત્રી બરફીલા હવામાન વચ્ચે પર્વતીય વિસ્તારમાં સર્જાયેલી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવિત બચ્યા હશે તેવી આશા ઘણી ઓછી છે. 

ADVERTISEMENT

ત્રણ હેલિકોપ્ટર હતા સામેલ

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે પરત ફર્યા, પરંતુ જે હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રાઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશેમ પણ સવાર હતા તે હેલિકોપ્ટર પરત આવ્યું નથી. આ ત્રીજુ હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

સતત ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

તમને જણાવી દઈએ કે ઈરાનના સમય અનુસાર આ દુર્ઘટના રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ 3 વાગ્યે) સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં 40 ટીમો લાગેલી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT