iPhone 14 અને iPhone 14 Plus ના ધડામ કરતા ઘટ્યા ભાવ, ફટાફટ અહીં ચેક કરી લો
iPhone Price : શું તમે પણ લાંબા સમયથી નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હાં, તો ફ્લિપકાર્ટ (Flipkart) તમારા માટે એક જોરદાર ડીલ લઈને આવ્યું છે. આ દિવસોમાં ભારતમાં Apple iPhone ખરીદવા માટે ફ્લિપકાર્ટ સૌથી બેસ્ટ પ્લેટફોર્મમાંથી એક બની ગયું છે.
ADVERTISEMENT
iPhone Price : શું તમે પણ લાંબા સમયથી નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો? જો હાં, તો ફ્લિપકાર્ટ (Flipkart) તમારા માટે એક જોરદાર ડીલ લઈને આવ્યું છે. આ દિવસોમાં ભારતમાં Apple iPhone ખરીદવા માટે ફ્લિપકાર્ટ સૌથી બેસ્ટ પ્લેટફોર્મમાંથી એક બની ગયું છે.
આ ફોન પર અપાઈ રહ્યું છે બેસ્ટ ડિસ્કાઉન્ટ
તેનું કારણ iPhone 15, iPhone 14 અને iPhone 13 મૉડલ પર મળી રહેલું ડિસ્કાઉન્ટ છે. લેટેસ્ટ ડિસ્કાઉન્ટ ઑફર્સની સાથે ઈ-કોમર્સ સાઈટ હાલમાં iPhone 14 અને iPhone 14 Plus પર બેસ્ટ ડીલ્સ ઓફર કરી રહી છે. બંને ડિવાઈશ હવે 58,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે ઉપલબ્ધ છે. જો તમે iPhone 14 અથવા iPhone 14 Plus ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ચાલો આ ઓફર વિશે જાણીએ...
iPhone 14, iPhone 14 Plus પર ફ્લિપકાર્ટ ડીલ
Apple iPhone 14 અને 14 Plus હવે ફ્લિપકાર્ટ પર રૂ. 58,999 (128GB)ની પ્રારંભિક કિંમતે વેચાય છે. એટલું જ નહીં, બંને મોડલના 256GB અને 512GB વેરિઅન્ટ્સ પણ રૂ. 68,999 અને રૂ. 88,999ની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોન મિડનાઈટ, સ્ટારલાઈટ, રેડ, બ્લુ, પર્પલ અને યલો કલરમાં આવે છે.
ADVERTISEMENT
Flipkart પર iPhone 14 Plusની ડીલ
ખરીદદારો HDFC બેંક ક્રેડિટ કાર્ડ EMI દ્વારા ફોન પર રૂ. 1,250 સુધીની છૂટ અને કોમ્બો ઓફર સાથે રૂ. 2,000 સુધીની છૂટ મેળવી શકે છે. ગ્રાહકો એક્સચેન્જ ઑફર્સ દ્વારા iPhone 14 અને iPhone 14 Plus પર રૂ. 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
સ્પેસિફિકેશન
iPhone 14 Plusમાં 6.7-ઈંચની ડિસ્પ્લે છે, iPhone 14માં 6.1-ઈંચની સ્ક્રિન મળે છે. જ્યારે રેગ્યુલર વેરિઅન્ટમાં 20 કલાક સુધીની બેટરી લાઈફ મળે છે, જ્યારે 14 પ્લસ વીડિયો પ્લેબેક સાથે 26 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. બંને ફોનમાં IP68-રેટેડ OLED સ્ક્રીન, A15 બાયોનિક ચિપસેટ, 15W વાયરલેસ ચાર્જિંગ, 12MP + 12MP રિયર અને 12MP સેલ્ફી કેમેરા છે અને તેમને iOS 18 અપડેટ પણ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT