Indian Railways: ચાલુ ટ્રેનમાં જો મુસાફરની તબિયત બગડે તો તાત્કાલિક કરો આ કામ, રેલવે કરશે મદદ

ADVERTISEMENT

Indian Railways Medical Helpline
ચાલુ ટ્રેનમાં તબિયત બગડે તો શું કરવું?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં કરે છે મુસાફરી

point

ભારતીય રેલવેએ બનાવ્યા છે ઘણા નિયમો

point

મુસાફરી વખતે તબિયત બગડે તો આ ધ્યાન રાખો

Indian Railways Medical Helpline:  દેશમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. આ નિયમોનો હેતુ મુસાફરોની મુસાફરીને સુવિધાજનક બનાવવાનો છે. આ કડીમાં આજે અમે તમને ભારતીય રેલવેની એક ખૂબ જ ખાસ સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. 

રેલવેએ શરૂ કરી છે એક ખાસ સુવિધા

ઘણીવાર એવું જોવા મળે છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોની તબિયત બગડી જાય છે. આવી સ્થિતિમાં જો તેમને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક ખાસ સુવિધા શરૂ કરી છે. જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તબિયત બગડી જાય, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચોઃ Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત

રેલવે હેલ્પલાઈન નંબર પર કોલ કરો

જો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમારી તબિયત બગડી જાય છે. આવી સ્થિતિમાં તમારે પરેશાન થવાને બદલે તાત્કાલિક રેલવે હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવો જોઈએ. આ નંબર પર કોલ કર્યા પછી તમારી સમસ્યા દૂર થઈ જશે.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Big News: ચૂંટણી પહેલા EC એક્શનમાં! UP-ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ

ટ્રેનના TTEને કરો જાણ

જો આ નંબર નથી લાગી રહ્યો, આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક આ નંબર 9794834924 સંપર્ક કરવો જોઈએ. આ સિવાય આ વાતની જાણકારી તાત્કાલિક TTEને આપો. 

આગલા સ્ટેશન પર મળશે ડોક્ટર 

આમ કરવાથી આગલા સ્ટેશને તમને ડોક્ટર મળશે, જે તાત્કાલિક તમારી મદદ કરશે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં નવા મેડિકલ બોક્સ લગાવવામાં આવ્યા છે, જેમાંથી 58 પ્રકારની દવાઓ અને જરૂરી સામગ્રીઓ હોય છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT