VIDEO: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા બાદ બોર્ડરથી આવી સામે આવી ચોંકાવનારી તસવીરો

ADVERTISEMENT

India-Bangladesh Border
ભારત-બાંગ્લાદેશ બોર્ડર
social share
google news

India-Bangladesh Border: બાંગ્લાદેશમાં સ્થિતિ વિકટ છે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હિન્દુ બાંગ્લાદેશીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર પહોંચી ગયા છે. તેઓ સરહદ પાર કરીને ભારત આવવા માંગે છે. BSFએ ભારતમાં ઘૂસણખોરીના તેમના પ્રયાસોને અટકાવ્યા છે. BSFએ તેમને સતકુરા બોર્ડર પર રોક્યા છે. આ ઘટના જલપાઈગુડી જિલ્લાના દક્ષિણ બેરુબારી પંચાયતમાં બની હતી.

બુધવારે બપોરે એક હજારથી વધુ બાંગ્લાદેશી લોકોએ, જેમાં મોટાભાગે હિન્દુ હતા, ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ BSF ત્યાં પહોંચી અને ઘૂસણખોરી અટકાવી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભેગા થયેલા બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવા આતુર છે.

ભારત - બાંગ્લાદેશ બોર્ડરથી આવી ચોંકાવનારી તસવીરો

આ વચ્ચે હવે ખુબ જ ચિંતાજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં આવવા માટે બોર્ડરની સામેની પાર ઉભેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર કુચબિહારની છે. જે જગ્યા ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર આવેલ છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT