‘હું CM પદનો દાવેદાર નથી’, શિવરાજસિંહ ચૌહાણે MPમાં અટકળોની વચ્ચે આપ્યું મોટું નિવેદન
Madhya Pradesh Elections 2023: મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યમંત્રી કોણ હશે? તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ વચ્ચે હવે વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ…
ADVERTISEMENT
Madhya Pradesh Elections 2023: મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યમંત્રી કોણ હશે? તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ વચ્ચે હવે વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ પહેલા પણ ક્યારેય મુખ્યમંત્રી પદના દાવેદાર નહતા અને આજે પણ નથી. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના કાર્યકર્તા છે અને પાર્ટી તેમને જે પણ કામ આપશે તેને પૂરી ક્ષમતા અને ઈમાનદારીથી કરશે.
હું પાર્ટીનો કાર્યકર છુંઃ શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજસિંહ ચૌહાણે એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે, ‘હું મુખ્યમંત્રી પદનો દાવેદાર પહેલા પણ નહતો અને આજે પણ નથી. હું પાર્ટીનો એક કાર્યકર છું, તેથી ભારતીય જનતા પાર્ટી મને જે પણ કામ આપશે તેને હું સમર્પિત ભાવથી મારી સંપૂર્ણ શક્તિ, ક્ષમતા, પ્રમાણિકતા અને ઈમાનદારીથી સદૈવ કરીશ.’
#WATCH भोपाल (मध्य प्रदेश): मुख्यमंत्री शिवराज सिंह चौहान ने कहा, "मैं मुख्यमंत्री का दावेदार न तो पहले कभी रहा और न आज हूं। मैं एक कार्यकर्ता के नाते बीजेपी मुझे जो भी काम देगी उस काम को समर्पित भाव से अपनी क्षमता के अनुसार करता रहूंगा।..प्रदेश की जनता का एक बार फिर से आभार।" pic.twitter.com/9p3DUeZRWG
— ANI_HindiNews (@AHindinews) December 5, 2023
ADVERTISEMENT
‘મોદીજી અમારા નેતા છે’
તેઓએ વધુમાં જણાવ્યું કે, મોદીજી અમારા નેતા છે અને અમે હંમેશા તેમની સાથે કામ કરીને અમે ગર્વ અને આનંદ અનુભવ્યો છે. ફરી એકવાર રાજ્યની જનતાનો આભાર.’
ભાજપને મળી 163 બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પર ભાજપને બે તૃતિયાંશથી વધુ બહુમતી મળી છે. 230 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 163 પર જીત મેળવી છે અને ફરી એકવાર સત્તામાં આવવાની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી માત્ર 66 સીટો પર સીમિત રહી ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT