ના કોઈ ફિલ્મ, ના કોઈ બિઝનેસ... તો પછી કેવી રીતે ચાલે છે Malaika Arora નો ખર્ચ?

ADVERTISEMENT

મલાઈકા અરોરા
Malaika Arora
social share
google news

Malaika Arora Source Of Income: છૈયા-છૈયા ગર્લ મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. એક્ટ્રેસ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ મલાઈકા ઘણી એક્ટિવ છે અને તેની ગ્લેમરસ તસવીરોથી તેના ફેન્સના દિલના ધબકારા વધારતી રહે છે. મલાઈકા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. જોકે છતાં તે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. એવામાં ઘણા ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે ફિલ્મોમાં કામ કર્યા વગર મલાઈકાનો ઘર ખર્ચ કેવી રીતે ચાલે છે?

ફિલ્મોથી દૂર મલાઈકા જીવે છે લક્ઝુરિયસ લાઈફ

ઘણીવાર એવું જોવા મળે છે કે જો સ્ટાર્સને ફિલ્મોમાં કામ ન મળે તો તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. પણ સલમાન ખાનની પૂર્વ ભાભી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. પરંતુ તેને કોઈ ફરક નથી પડતો. તે બિન્દાસ થઈને લક્ઝુરિયસ લાઈફ જીવે છે. હવે તમે વિચારતા હશો કે જ્યારે મલાઈકા ફિલ્મો નથી કરી રહી તો તે લક્ઝુરિયસ લાઈફ કેવી રીતે જીવી છે. તો અમે આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ અન્ય ઘણા માધ્યમોથી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

ટીવી શોમાં જજ બનીને લાખોની કમાણી

મલાઈકા ભલે ફિલ્મોથી દૂર છે, પણ તે ટીવી શોમાં જજ બનીને સારી એવી કમાણી કરે છે. મલાઈકા ટીવી શો જજ કરવાના એક એપિસોડના લગભગ 5થી 6 લાખ રુપિયા ચાર્જ કરે છે. સાથે જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ એક્ટ્રેસ ખૂબ રુપિયા કમાય છે.

ADVERTISEMENT

ઘણા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાએ ઘણા સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ તેના નાણાંનું રોકાણ કર્યું છે, જેમાં ફિટનેસ એપ સર્વ યોગા, ઈ-કોમર્સ બ્રાન્ડ લેબલ લાઈફ એક્સેલ અને ફેશનની દુનિયામાં પણ કેટલાક રોકાણોનો સમાવેશ થાય છે.

આઈટમ સોન્ગથી કેટલી કમાણી?

મલાઈકા મુંબઈના બાંદ્રામાં જે ઘરમાં રહે છે, એની કિંમત 20 કરોડ રુપિયા કહેવામાં આવે છે. અભિનેત્રી પાસે ઘણી લગ્જરી કાર પણ છે. મલાઈકા ઘણી એવી મોટી બ્રાંડની એમ્બેસેડર પણ છે, જેના માટે તેને દર મહિને 70 લાખથી 1.6 કરોડ઼ રુપિયા મળે છે. ઉપરાંત તે જો ફિલ્મોમાં કોઈ આઈટમ સોન્ગ કરે છે તો એના 90 લાખથી 1.5 કરોડ રુપિયા ફીસ વસૂલે છે.

ADVERTISEMENT

રેન્ટ પર આપેલા મકાનથી થાય છે કમાણી

મલાઈકાએ મુંબઈના પાલીમાં આવેલું તેનું એક ઘર ભાડે આપેલું છે. આનાથી પણ તે દર મહિને સારું એવું ભાડું વસુલે છે. જોકે રિપોર્ટ અનુસાર, તેણે પોતાનું ઘર ત્રણ વર્ષ માટે ભાડે આપ્યું છે, જેનાથી તેને દર મહિને 1.57 લાખ રૂપિયાનું ભાડું આવે છે. આના સિવાય મલાઈકા અરોરા ઘણા રેમ્પ શો અને ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે સારી એવી ફી પણ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT