ખેડૂતોના પ્રશ્નો મુદ્દે BJP એક્ટિવ, હર્ષ સંઘવીની કિસાન સંઘ સાથેની બેઠકમાં શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ કિસાન સંઘના ખેડૂતલક્ષી આંદોલનો મુદ્દે હર્ષ સંઘવીએ મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારના દરવાજા હંમેશા ખુલ્લા છે, તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ દરમિયાન કિસાન સંઘ સાથે શુક્રવારની બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ તેમને આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન ખેડૂતોએ વીજળીના બિલ, MSP સહિત ખેડૂતોની પડતર માંગણીઓની રજૂઆત કરી હતી. આ અંગે હર્ષ સંઘવીએ કોર કમિટિમાં પ્રશ્નોને રજૂ કરવાની વાત જણાવી દીધી છે.

હર્ષ સંઘવીએ પ્રશ્નોના નિરાકરણનો મુદ્દો જણાવ્યો
કિસાન સંઘ સાથેની બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમના દરેક પ્રશ્નનો ઉકેલ લાવવા સરકાર કાર્યરત રહેશે. અગાઉ તેઓ 2 દિવસની અંદર કોર કમિટિની બેઠકમાં તેમના પ્રશ્નોને રજૂ કરશે ત્યારપછી એના પર ચર્ચા કરાશે. નોંધનીય છે કે આની સાથે ખેડૂતોના આગેવાનોને હર્ષ સંઘવીએ 20 દિવસની અંદર મોટાભાગની અસમંજસને દૂર કરવાની ખાતરી આપી હતી. જ્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પર વધુ ચર્ચા કરીને નિરાકરણ આપવા માટેની ખાતરી હર્ષ સંઘવીએ આપી છે.

ખેડૂતોએ સરકારના દરવાજા ખટખટાવ્યા
ખેડૂતોએ અત્યારસુધી વીદળીના દરો સહિત મીટર બળી જાય તો રાહત આપવા માટેની રજૂઆતો કરી છે. આની સાથે તેમણે ખેડૂતોના જમીનની માપમી, રિ સર્વે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ કુલ 20થી વધારે માગને લઈને ખેડૂતોએ સરકારના દરવાજા ખટખટાવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT