સરકારી કાર્યક્રમ, ખુલ્લુ મેદાન, મારુ વચન… તેલંગાણામાં પીએમ મોદીએ કહ્યું અને તાળીઓ વાગવા લાગી

ADVERTISEMENT

PM Modi's Master Stroke in Telangana
PM Modi's Master Stroke in Telangana
social share
google news

Telangana Election: PM મોદીએ મુલુગુમાં આદિવાસી મહિલા સમ્મક્કા-સરક્કાના નામ પર એક કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.

Telangana Assembly Election: તેલંગાણાના મહેબુબ નગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલુગુમાં એક કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, તેનું નામ સન્માનિત આદિવાસી મહિલા સમ્મક્કા-સરક્કાના નામ પરથી જ રાખવામાં આવશે. આ યુનિવર્સિટી પર 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાંભળતા જ લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, તેના માટે તેલંગાણાના લોકોને તેમના પ્રેમ માટે આભાર વ્યક્ત કરૂ છું. હું હાલ એક સરકારી કાર્યક્રમમાં છું, માટે મે પોતાની જાતને ત્યાં સુધી જ સીમિત રાખ્યા છે. 10 મિનિટ બાદ ખુલા મેદાનમાં જઇશ. ત્યાં ખુલીને બોલીશ.. અમારી મારા આવતા પહેલા આજ સવારે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં જોડાવાની તક મળી. હું દેશવાસીઓને સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાવા માટેની અપીલ કરૂ છું તેઓ પણ 1 કલાક કાંઢીને આ અભિયાનમાં જોડાય.

ADVERTISEMENT

તેલંગાણામાં લોકોએ ભાજપને મજબુત બનાવવાનું કામ કર્યું
પીએમ મોદીએ દાવો કર્યો કે, હાલના વર્ષોમાં તેલંગાણા લોકોએ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક એકમોના દાવામાં ભાજપને મજબુત કર્યા છે. તેમણે કહ્યું કે, આજે અહીં લોકોનો દરિયો દેખાઇ રહ્યું છે, તેના કારણે હું આશ્વસ્ત છું કે તેલંગાણામાં લોકોએ પરિવર્તનનો પોતાનો ઇરાદો પાક્કો કરી દીધો છે.

મહિલાઓ માટે અનેક કામ કર્યા છે
મહિલા અનામત બિલ અંગે પીએમ મોદીએ કહ્યું કે, તેલંગાણાની ધરતી વીરાંગનાની ધરતી છે. દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કરવામાં આવ્યું છે. તે મહિલાઓના અવાજથી પહેલા કરતા વધારે હશે. તેલંગાણાએ પીએમ મોદીને મજબુત કર્યા છે અને મોદીએ તેલંગાણા સહિત દેશની મહિલાઓને સશક્ત કર્યા છે. તેલંગાણાની બહેનો જાણે છે કે, તેમનો એક ભાઇ દિલ્હીમાં છે. જે તેમનું જીવન બહેતર કરાવવા માટે તનમન ધનથી કામ કરી રહ્યો છે. પીએમ આવાસ યોજનાથી ગરીબોને ઘર આપવાનું હોય, મફત ગેસ કનેક્શન આપવાનું હોય. અમે મહિલાઓનું કામ સરળ કરવા માટે ઘણુ કામ કર્યું છે.

ADVERTISEMENT

પોતાના સંબોધનમાં કહ્યું કે, ભાજપ તેલંગાણાના લોકોનું જીવન સારુ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 2014 સુધી તેલંગાણામાં 2.5 હજાર કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો હતો, જો કે અમે આટલો લાંબો હાઇવે નવ વર્ષમાં બનાવ્યો છે. અમે પોતાના અન્નદાતાને સન્માન આપી રહ્યા છીએ. તેમની મહેનતનું યોગ્ય મુલ્ય આપી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT