Surat નાં હીરા ઉદ્યોગને લાગશે ઝટકો, રશિયાના રફ હીરાની આયાત પર G7 દેશોએ મુક્યો પ્રતિબંધ
Ban Russian Diamond Imports : સુરતનું હીરા બજાર કે જે વિશ્વ વિખ્યાત છે. પરંતુ હાલ સુરતનાં હીરા ઉદ્યોગને ઝટકો લાગશે. સમાચાર મળી રહ્યા છે કે…
ADVERTISEMENT
Ban Russian Diamond Imports : સુરતનું હીરા બજાર કે જે વિશ્વ વિખ્યાત છે. પરંતુ હાલ સુરતનાં હીરા ઉદ્યોગને ઝટકો લાગશે. સમાચાર મળી રહ્યા છે કે G-7 દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી શકે છે. નિષ્ણાતો અનુસાર, G-7 દેશોના આ નિર્ણય બાદ રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા છે.
G-7 દેશોનો નિર્ણય સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર
જો સુરતના હીરા ઉદ્યોગની વાત કરવામાં આવે તો શિયન રફ હીરાનો હિસ્સો ૩૦ થી ૩૫ ટકા જેટલો છે. જેના કારણે મુખ્ય રૂપથી રત્નકલાકારોને રોજગારીની તક મળે છે.એવું માનવામાં આવી રહ્યું છે કે G-7 દેશો દ્વારા રશિયન રફ હીરાના આયાત પર લાગુ કરાયેલી પ્રતિબંધને કારણે સુરત હીરા ઉદ્યોગને મોટું નુકશાન થવાના અણસાર છે.
પ્રતિ વર્ષ 4 થી 4.5 બિલિયન ડોલરની કમાણી કરતી કંપનીને નુકશાન
રશિયાના રફ હીરાનું ઉત્પાદન કરતી કંપની અલ રોઝા દ્વારા રફ હીરા મહત્તમ રીતે સીધી કે આડકતરી રીતે સુરતના હીરા ઉદ્યોગમાં આવે છે. રશિયા દ્વારા હીરાના વેપારમાંથી પ્રતિ વર્ષ 4 થી 4.5 બિલિયન ડોલરની કમાણી કરવામાં આવે છે. જેને હવે આ નિર્ણય બાદ ફટકો લાગશે.
ADVERTISEMENT
ADVERTISEMENT