પરફ્યુમ લગાવ્યા પછી છોકરી નજીક ન આવી તો કંપની પર જ ઠોકી દીધો કેસ, લોભામણી જાહેરાત કંપનીને ભારે પડી

ADVERTISEMENT

 Fraud Case
લોભામણી જાહેરાત કંપનીને ભારે પડી
social share
google news

Fraud Case Against Misleading Advertising: જાહેરાત (એડવર્ટાઈઝ ) જોઈને લોકો કોઈ પ્રોડક્ટ વિશે તેમનો અભિપ્રાય બનાવે છે. તેને ખરીદવા અને ઉપયોગ કરવાનું મન બનાવે છે. તેથી કંપનીઓનો પ્રયાસ એવો રહે છે કે તેઓ ગ્રાહકોની સામે તેમના પ્રોડક્ટની એવી જાહેરાતો રજૂ કરે, જેને જોતા જ તેઓ પ્રોડક્ટને ખરીદી લે અને તેનો ઉપયોગ કરે. આવું જ કંઈક હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે કર્યું.

ગ્રાહકે કંપની સામે કર્યો કેસ 

કંપનીએ તેની પ્રોડક્ટ  AXEની જાહેરાત આપી અને તે જાહેરાતમાં પ્રોડક્ટ વિશે ઘણું વધારીને દેખાડ્યું. એક શખ્સ એડવર્ટાઈઝ (જાહેરાત) જોઈને એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે પ્રોડક્ટ ખરીદી અને 7 વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો, પરંતુ તેને જાહેરાત મુજબ પરિણામ મળ્યું નહીં. જેથી તે નિરાશ થઈને કોર્ટમાં પહોંચ્યો હતો. તેણે કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ન્યાય માટે વિનંતી કરી છે. જાણીતા બિઝનેસમેન હર્ષ ગોયંકા (Harsh Goenka)એ પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરીને આ બાબતની પુષ્ટિ કરી.

પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છતાં છોકરીઓ એટ્રેક્ટ ન થઈ

બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પોસ્ટમાં પ્રોડક્ટની જાહેરાત બતાવતા કહ્યું કે એક ગ્રાહકે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) સામે છેતરપિંડી અને માનસિક ત્રાસનો આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફરિયાદીનું નામ વૈભવ બેદી છે. આ ફરિયાદ કંપનીની પ્રોડક્ટ  (AXE) વિરુદ્ધ છે. આ પ્રોડક્ટ વૈભવ બેદીએ જાહેરાત (એડવર્ટાઈઝ)  જોઈને ખરીદી હતી.

ADVERTISEMENT

7 વર્ષ સુધી કર્યો ઉપયોગ 

જાહેરાતમાં દર્શાવેલ આ પ્રોડક્ટની વિશેષતાઓથી વૈભવ ખૂબ જ પ્રભાવિત થયો હતો. જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટની મીઠી સુગંધથી છોકરીઓ એટ્રેક્ટ થશે. તેથી વૈભવ બેદીએ લગભગ 7 વર્ષ સુધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, પરંતુ તેને કોઈ ફાયદો થયો નહીં. જેના કારણે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.  

    follow whatsapp

    ADVERTISEMENT