Nirmala Sitharaman: ફોબ્સે જાહેર કરી સૌથી પાવરફુલ મહિલાઓની યાદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત 4 ભારતીય સામેલ

ADVERTISEMENT

Nirmala Sitharaman
Nirmala Sitharaman
social share
google news

Most Powerful Indian Women: ફોર્બ્સ(Forbes)એ વિશ્વની સૌથી પાવરફુલ મહિલાઓની (World’s Most Powerful Womens 2023) યાદી જાહેર કરી છે . આમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પણ સામેલ છે. આ સાથે જ અન્ય ત્રણ ભારતીય મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે બિઝનેસ સેક્ટરમાં અલગ સિદ્ધિઓ મેળવી છે.

નિર્મલા સીતારમણ 32માં ક્રમે

ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવનાર નિર્મલા સીતારમણ 32માં ક્રમે છે. નિર્મલા સીતારમણ મે 2019માં ભારતના પ્રથમ પૂર્ણકાલિક નાણામંત્રી બન્યા અને તેઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. નાણામંત્રીની સાથે આ યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં HCL કોર્પના CEO રોશની નાદર મલ્હોત્રા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શૉ પણ સામેલ છે.

ADVERTISEMENT

ટોપ-100 પાવરફુલ મહિલાઓમાં સામેલ ભારતીય

રોશની નાદર

નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે જ સૌથી પાવરફુલ મહિલાઓમાં સામેલ રોશની નાદર મલ્હોત્રા HCLના સ્થાપક અને ઉદ્યોગપતિ શિવ નાદરના પુત્રી છે. ફોર્બ્સ અનુસાર, HCL ટેક્નોલોજીસના CEO તરીકે તેઓ કંપનીના તમામ નાના-મોટા નિર્ણયોની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે જુલાઈ 2020માં તેમના પિતા બાદ આ જવાબદારી સંભાળી હતી.

ADVERTISEMENT

સોમા મંડલ

સોમા મંડલ સરકારી માલિકીની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)ના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેમને આ જવાબદારી વર્ષ 2021માં આપવામાં આવી હતી અને ખાસ વાત એ છે કે સોમા મંડલના નેતૃત્વમાં SAIL સતત સારું પ્રદર્શન કરી રહી છે અને તેમની લીડરશિપના પહેલા વર્ષમાં કંપનીના ત્રણ ગણો ઉછાળો આવ્યો હતો.

ADVERTISEMENT

કિરણ મઝુમદાર-શૉ

ફોર્બ્સની યાદીમાં સામેલ કિરણ મઝુમદાર-શૉ ભારતની સૌથી ધનિક સેલ્ફ-મેડ મહિલાઓ (Self Made Richest Womens)માંથી એક છે. બાયોફાર્માસ્યુટિકલ ફર્મ બાયોકોનની સ્થાપના તેમના દ્વારા વર્ષ 1978માં કરવામાં આવી હતી.

વિશ્વની ટોપ 3 પાવરફુલ મહિલાઓ

વિશ્વની સૌથી પાવરફુલ મહિલાઓની આ વખતની યાદીમાં યુરોપિયન કમિશન (European Commission)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન(Ursula von der Leyen)ને નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે. બીજા ક્રમે યુરોપિયન સેન્ટ્રલ બેંક (European Central Bank)ના અધ્યક્ષ ક્રિસ્ટીન લેગાર્ડ (Christine Lagarde) છે. વિશ્વની ત્રીજી સૌથી પાવરફુલ મહિલા ભારતીય મૂળના અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (Kamala Harris) છે.

    follow whatsapp

    ADVERTISEMENT