BRICS માં નવા 6 દેશોની એન્ટ્રી, જાણો PM મોદીની હાજરીમાં કયા દેશોને માન્યતા મળી
નવી દિલ્હી : BRICS માં હાલમાં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય…
ADVERTISEMENT
નવી દિલ્હી : BRICS માં હાલમાં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. હવે તેમાં વધુ 6 દેશોને સામેલ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે BRICSમાં કુલ 11 સભ્યો હશે. હવે બ્રિક્સ (BRICS)ને બ્રિક્સ (BRICS+) પ્લસ કહેવામાં આવશે.
બ્રિક્સમાં 6 નવા દેશોને સ્થાન મળ્યું છે
બ્રિક્સ (BRICS)માં 6 નવા દેશોને પ્રવેશ મળ્યો છે. ઈરાન, આર્જેન્ટિના, ઈથોપિયા, ઈજીપ્ત, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા બ્રિક્સ (BRICS)માં જોડાશે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ જોહાનિસબર્ગમાં ચાલી રહેલી 15મી બ્રિક્સ (BRICS) સમિટમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, BRICSમાં હાલમાં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકા સામેલ છે. હવે તેમાં વધુ 6 દેશોને સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે હવે BRICSમાં કુલ 11 સભ્યો હશે. હવે બ્રિક્સ (BRICS)ને બ્રિક્સ (BRICS) પ્લસ તરીકે ઓળખાશે.
વિસ્તરણની પ્રક્રિયાના પ્રથમ તબક્કા માટેની તૈયારી
1 જાન્યુઆરી, 2024 થી સભ્ય બનશે. દેશરાફોસાએ કહ્યું કે, અમે વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર સંમત થયા છીએ અને તેના પછી અન્ય તબક્કાઓ થશે. તેમણે કહ્યું કે, હાલ માટે અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સ (BRICS)ના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. તેમની સદસ્યતા 1 જાન્યુઆરી, 2024 થી લાગુ થશે.
ADVERTISEMENT
પીએમ મોદીએ ત્રણ દિવસની મંત્રણા પરત્વે આનંદ વ્યક્ત કર્યો
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે ત્રણ દિવસની ચર્ચાના ઘણા સકારાત્મક પરિણામો આવ્યા છે. અમે બ્રિક્સ (BRICS)ના વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જાહેરાતમાં 40 દેશોએ ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોહાનિસબર્ગમાં BRICS સમિટ ચાલી રહી છે. બ્રિક્સ (BRICS) સમૂહનું વિસ્તરણ આ સમિટમાં મુખ્ય વિષય છે. 40 થી વધુ દેશોએ BRICS માં જોડાવા માટે રસ દર્શાવ્યો છે. તેમાંથી 23 દેશોએ તેના સભ્યપદ માટે અરજી પણ કરી છે. જે દેશોએ અરજી કરી છે તેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને આર્જેન્ટિનાનો સમાવેશ થાય છે. ભારતે બ્રિક્સ (BRICS) સભ્યપદના વિસ્તરણને સમર્થન આપ્યું હતું, આ પહેલા પીએમ મોદીએ ગુરુવારે બ્રિક્સ (BRICS)ના સંપૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું.
ભારત હંમેશાથી બ્રિક્સના વિસ્તરણનું પક્ષધર
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત બ્રિક્સ (BRICS)ના વિસ્તરણને સમર્થન આપે છે. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિક્સ (BRICS) દેશો વચ્ચે અવકાશ સંશોધન સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગનો વ્યાપ વધારવા માટે 5 સૂચનો પણ આપ્યા હતા. બ્રિક્સ (BRICS)નો દરેક અક્ષર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. BRICS માં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ભારત, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકા.
ADVERTISEMENT
કઇ રીતે બ્રિક્સની રચા થઇ અને વિસ્તરણ થયું
– 2006 માં પ્રથમ વખત BRIC દેશો મળ્યા. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન, આ ચાર દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઈ, ત્યારબાદ આ જૂથનું નામ ‘બ્રિક’ રાખવામાં આવ્યું. BRIC દેશોની પ્રથમ શિખર સ્તરીય બેઠક 2009માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. આ પછી 2010માં બ્રાઝિલના બ્રાઝિલિયામાં બીજી શિખર બેઠક મળી હતી. તે જ વર્ષે દક્ષિણ આફ્રિકા પણ તેમાં જોડાયું, પછી તે BRICમાંથી BRICS બન્યું.
– BRICSમાં સમાવિષ્ટ પાંચ દેશો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ છે. વિશ્વના જીડીપીમાં તેમનો હિસ્સો 31.5% છે. વિશ્વની 41 ટકાથી વધુ વસ્તી પાંચેય બ્રિક્સ (BRICS) દેશોમાં રહે છે. વૈશ્વિક કારોબારમાં પણ તેમની પાસે 16 ટકા હિસ્સો છે.આ વખતે BRICS સમિટના બે એજન્ડા છે.
પ્રથમ- બ્રિક્સ (BRICS)નું વિસ્તરણ.
બીજું- BRICS દેશોમાં તેમના પોતાના ચલણમાં વેપાર. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે અમે BRICS સભ્યોની સંખ્યા વધારવાનું સમર્થન કરીએ છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT