ક્રિકેટના સટ્ટામાં એન્જિનિયર પતિ 1.5 કરોડ હારી ગયો, નારાજ પત્નીએ આપઘાત કરી લીધો

ADVERTISEMENT

Online betting
Online betting
social share
google news

Karnataka Cricket Betting: ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીની લતના કારણે એક એન્જિનિયરને દુ:ખદ પરિણામોનો સામનો કરવો પડ્યો. તેણે ઘણા પૈસા ગુમાવ્યા અને સટ્ટાબાજી ચાલુ રાખવા માટે વધુ ઉધાર લેવાનું શરૂ કરી દીધું. દેવું વધી જતાં તેને અને તેના પરિવારને ઉધાર આપનારાઓ દ્વારા ધમકીઓ મળવા લાગી. તણાવના કારણે તેની પત્નીએ આપઘાત કરી લીધો અને શાહુકારો દ્વારા થતી હેરાનગતિને સુસાઈડમાં નોટ લખી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક મહિલાના પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમના જમાઈએ સટ્ટામાં 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જેમાંથી 54 લાખ રૂપિયાનું દેવું હજુ બાકી છે. આરોપીઓએ એન્જિનિયરને એવું કહીને ગેરમાર્ગે દોર્યા કે ક્રિકેટ સટ્ટો એ સંપત્તિ મેળવવાનો શોર્ટકટ છે.

આ પણ વાંચો: જોજો ચૂકી ન જતા! BSF, CISF, CRPF, ITBP, SSB માં નોકરી ઉત્તમ તક, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

અમીર બનવા એન્જિનિયર સટ્ટાબાજીમાં પડ્યો

આ કિસ્સો કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હોસદુર્ગાનો છે, જ્યાં લઘુ સિંચાઈ વિભાગમાં કામ કરતા દર્શન બાલુ નામના આસિસ્ટન્ટ એન્જિનિયરે ઝડપથી અમીર બનવાના પ્રયાસમાં ક્રિકેટના સટ્ટામાં આશરે રૂ. 1.5 કરોડ ગુમાવ્યા હતા અને જ્યારે તે ઉધારના પૈસા પાછા ન આપી શક્યો તો ઉધાર આપનારાઓએ તેના ઘરે આવીને તેની પત્નીની હેરાનગતિ શરૂ કરી દીધી. જેનાથી કંટાળીને દર્શનની પત્ની રંજીતા વી.એ આત્મહત્યા કરી લીધી હતી.

લેણદારોએ ઘરે આવીને હેરાન કરતા પત્નીનો આપઘાત

પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષની રંજીથાએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ જેમની પાસેથી લોન લીધી હતી તે લોકો અવારનવાર તેમના ઘરે આવીને હેરાન કરતા હતા. જેનાથી કંટાળીને તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, લોન આપનારાઓએ જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. આ જોઈને રંજીતા ગભરાઈ ગઈ અને 19 માર્ચે તેણે આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: EWS આવાસ યોજનાનું ફૉર્મ ભરવા જરૂરી સોગંદનામુ શું છે? તેમાં કઈ કઈ વિગતો આપવાની રહેશે, જુઓ નમૂનો

મહિલાના પિતાએ કરી પોલીસ ફરિયાદ

મૃતક રંજિતાના પિતાએ હવે 13 લોકો સામે પોલીસ કેસ કર્યો છે જેમની પાસેથી તેમના જમાઈ દર્શને લોન લીધી હતી. ફરિયાદના આધારે, 13 શકમંદો વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 13 આરોપીઓમાંથી ત્રણ (શિવુ, ગિરીશ અને વેંકટેશ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય હજુ પણ ફરાર છે. દર્શન અને રંજીતાને બે વર્ષનો પુત્ર પણ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભિખાજી ઠાકોરની ટિકિટ કપાતા 2000 સમર્થકોના ભાજપમાંથી રાજીનામાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

હજુ પણ 54 લાખ રૂપિયાની ઉધારી બાકી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દર્શને લોન લેનારાઓને રૂ.1.5 કરોડની મોટાભાગની લોન પરત કરી દીધી હતી. હવે માત્ર 54 લાખ રૂપિયા જ બાકી હતા. જોકે, દર્શનના સસરાએ પોતાની ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કર્યો છે. ફરિયાદ મુજબ, દર્શનને સટ્ટાબાજીમાં રસ ન હતો પરંતુ આરોપીઓએ તેને જાણીજોઈને લાલચ આપીને આ જાળમાં ધકેલી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT