ભિખાજી ઠાકોરની ટિકિટ કપાતા 2000 સમર્થકોના ભાજપમાંથી રાજીનામાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
Sabarkantha News: સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ભિખાજી ઠાકોરને ટિકિટ આપીને બાદમાં તેમનું નામ પાછું લઈ લેવાયું. હવે ભિખાજી ઠાકોરના સમર્થકોએ મેઘરજમાં સજ્જડ બંધ પાળ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી કાઢી હતી.
ADVERTISEMENT
Sabarkantha News: સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ભિખાજી ઠાકોરને ટિકિટ આપીને બાદમાં તેમનું નામ પાછું લઈ લેવાયું અને કોંગ્રેસના પૂર્વ MLAના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ હતી. જેનો ભાજપના જ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે ભિખાજી ઠાકોરના સમર્થકોએ મેઘરજમાં સજ્જડ બંધ પાળ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી કાઢી હતી. સમર્થકોએ કમલમ કાર્યાલય પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી.અરવલ્લીમાં 2000 જેટલા કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામાં આપી દીધા છે.
ભિખાજીના સમર્થકો રસ્તા પર ઉતર્યા
ભિખાજી ઠાકોરના સમર્થનમાં અરવલ્લીના મેઘરજમાં હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા. તો વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા ભિખાજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાર્ટી જે નિર્ણય કરે તે હું કરીશ. લોકો સમર્થનમાં છે મેં તેમને વિરોધ કરવા માટે કહ્યું નથી. તેઓ મારા સમર્થનમાં આ કરી રહ્યા છે. લોકોનો મત છે કે તમારી ચૂંટણી લડવી જોઈએ. નવા ચહેરા પર જન આક્રોશ છે. હું તો ભાજપનો કાર્યકર છું અને પાર્ટી કહેશે તે જ કરીશ.
નારાજ કાર્યકરોને મનાવવા ભાજપ એક્શનમાં
નારાજ કાર્યકરો અને સમર્થકોને મનાવવા માટે ભાજપ પણ હરકતમાં આવી ગયું છે. ગાંધીનગરમાં સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો ભિખાજી ઠાકોર સાથે ચર્ચા કરી હતી. જે બાદ ભિખાજી ઠાકોરે કોઈ નારાજગી ન હોવાનું પણ જણાવ્યું હતું, જોકે સમર્થકો હજુ પણ ટસના મસ થવા તૈયાર નથી અને ભિખાજી ઠાકોરને જ ઉમેદવાર બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં ભાજપ આ નારાજગીને દૂર કરવા માટે શું કરશે.
ADVERTISEMENT
શોભનાબેન બારૈયાની પસંદગીનો પણ વિરોધ
ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાની પસંદગી કરી છે. ભાજપના કાર્યકરો ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારને બદલવાની માંગ કરી હતી. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો સાબરકાંઠા બેઠકથી ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામાં ધરી દેશે.
(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT
ADVERTISEMENT