મેટ્રોમોનિયલ સાઈટ પર મળેલી યુવતીએ VIDEO કોલમાં કપડાં ઉતાર્યા અને એન્જિનિયરે 1.1 કરોડ આપવા પડ્યા
નવી દિલ્હી: ઘણા લોકો લગ્ન માટે તેમની પસંદગીની છોકરી અથવા છોકરો શોધવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સનો આશરો લે છે. આ સાઇટ્સ પર ચેટિંગથી લઈને વીડિયો કોલ…
ADVERTISEMENT

નવી દિલ્હી: ઘણા લોકો લગ્ન માટે તેમની પસંદગીની છોકરી અથવા છોકરો શોધવા માટે મેટ્રિમોનિયલ સાઇટ્સનો આશરો લે છે. આ સાઇટ્સ પર ચેટિંગથી લઈને વીડિયો કોલ સુધીનો વિકલ્પ ઉપલબ્ધ છે. પરંતુ આ પ્લેટફોર્મ પર લગ્ન માટે છોકરીને જોવી એ 41 વર્ષીય એન્જિનિયરને ભારે પડી ગયું. હકીકતમાં, સાઈટ પર મળેલી એક યુવતીએ પહેલા પોતાની સંસ્કારી છબી બનાવી અને બાદમાં એન્જિનિયરને 1.1 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો.
41 વર્ષીય એન્જિનિયરે મેટ્રિમોનિયલ સાઇટની મદદથી એક મહિલાને મળ્યો અને વિચાર્યું કે તે એક દિવસ તેની સાથે લગ્ન કરશે. પરંતુ મહિલાએ શરૂઆતમાં મિત્રતા અને પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કર્યો. અહેવાલો અનુસાર, મહિલાએ તે પુરુષને બ્લેકમેલ કરીને તેના ખાતામાંથી 1.14 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
બ્રિટનથી બેંગ્લોર આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સોફ્ટવેર એન્જિનિયર ઓફિસના કામથી બ્રિટનથી બેંગ્લોર આવ્યો હતો. તે લગ્ન કરવા માંગતો હતો તેથી તેણે મેટ્રિમોનિયલ સાઇટ પર તેની પ્રોફાઇલ રજીસ્ટર કરાવી. આ પછી તે વેબસાઈટની મદદથી એક મહિલાને મળ્યો જ્યાં બંનેએ મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા. તે પછી બંનેએ નિયમિત વાત કરવાનું શરૂ કર્યું. આ પછી મહિલાએ કહ્યું કે તે તેની માતા સાથે રહે છે અને પિતા હવે આ દુનિયામાં નથી.
ADVERTISEMENT
શરૂઆતમાં રૂપિયા ઉધાર માગ્યા
અહેવાલો અનુસાર, મહિલાએ શરૂઆતમાં તેની માતાની સારવાર માટે 1,500 રૂપિયા ઉધાર માગ્યા હતા. આ પછી મહિલાએ તે વ્યક્તિ સાથે વીડિયો કૉલ કર્યો અને ગુપ્ત રીતે તે વીડિયો કૉલ્સ રેકોર્ડ કર્યા. જોકે, બંને વચ્ચે વોટ્સએપ કોલ દરમિયાન શું થયું તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
વીડિયો કોલ પછી બ્લેકમેલ
વિડિયો કોલ કર્યા પછી મહિલાએ પુરુષને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું કે જો તે તેને પૈસા નહીં આપે તો તે તેની ઈમેજ ખરાબ કરવા માટે તે વીડિયો ક્લિપનો ઉપયોગ કરશે. આ પછી વ્યક્તિએ બે અલગ-અલગ બેંક ખાતામાં 1.14 કરોડ રૂપિયા જમા કરાવ્યા.
ADVERTISEMENT
પોલીસમાં ફરિયાદ કરી
આ પછી પણ મહિલાનું બ્લેકમેલિંગ ચાલુ રહ્યું, ત્યારબાદ વ્યક્તિએ પોલીસને જાણ કરી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેણે જણાવ્યું કે મહિલાએ નકલી આઈડી અને નામથી પ્રોફાઈલ તૈયાર કરી હતી, જેનો હેતુ લોકોને છેતરવાનો હતો. ડીસીપી એસ ગિરીશે જણાવ્યું કે પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT