Electoral Bonds: 1368 કરોડના રૂપિયાના મહાદાની! જાણો કોણ છે રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપનાર સેન્ટિયાગો માર્ટિન

ADVERTISEMENT

Lottery King Santiago Martin
કોણ છે 'લોટરી કિંગ'
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ચૂંટણીમાં દાન આપનાર કંપનીઓની યાદી જાહેર

point

સેન્ટિયાગો માર્ટિનની કંપનીએ આપ્યું સૌથી વધુ દાન

point

લોટરી કિંગ તરીકે ઓળખાય છે સેન્ટિયાગો માર્ટિન

Lottery King Santiago Martin Bought Most Electoral Bonds: ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એવી કંપનીઓની યાદી બહાર પાડી હતી, જેમણે ચૂંટણીમાં દાન આપવા માટે ચૂંટણી બોન્ડ્સ ખરીદ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ ભારતીય સ્ટેટ બેંક (SBI) એ આયોગને આ જાણકારી સોંપી હતી. આ યાદી અનુસાર સૌથી વધારે દાન આપનાર કંપનીનું નામ ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે. આ કંપની સેન્ટિયાગો માર્ટિન (Santiago Martin) નામની વ્યક્તિની છે જે 'લોટરી કિંગ' 'Lottery King' તરીકે પ્રખ્યાત છે.


રંકમાંથી રાજા બનવાની છે માર્ટિનની કથા  

સેન્ટિયાગો માર્ટિનના ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, તેઓ મ્યાનમારમાં મજૂરી કામ કરતા હતા. વર્ષ 1988માં તેઓ ભારત પરત ફર્યા અને તમિલનાડુમાં લોટરીનો બિઝનેસ શરૂ કર્યો. નોર્થ-ઈસ્ટમાં આવતા પહેલા સેન્ટિયાગો માર્ટિંને કર્ણાટક અને કેરળમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો. નોર્થ-ઈસ્ટમાં તેમણે સરકારી લોટરી યોજનાઓની સાથે પોતાના કામની શરૂઆત કરી. તેમણે ભારતની બહાર ભૂટાન અને નેપાળમાં પણ લોટરીનો બિઝનેસ કર્યો હતો. વેબસાઈટ અનુસાર, માર્ટિને કંસ્ટ્ર્ક્શન, રિયલ એસ્ટેટ, ટેક્સટાઈલ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં બિઝનેસ કરવાનું શરૂ કર્યું.

900 કરોડના કૌભાંડનો આરોપ, EDની તપાસ

રિપોર્ટ્સ અનુસાર લોટરી કિંગનું નામ કૌભાંડોમાં પણ સામેલ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 2019થી કથિત મની લોન્ડરિંગ કેસમાં ફ્યુચર ગેમિંગની તપાસ કરી રહી છે. ગયા વર્ષે મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોઈમ્બતુર અને ચેન્નાઈમાં પણ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમની 457 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, EDની તપાસ CBIની ચાર્જશીટ પર આધારિત છે. આરોપ છે કે માર્ટિનની કંપની કેરળમાં સિક્કિમ સરકારની લોટરી વેચતી હતી. તેમણે એપ્રિલ 2009થી ઓગસ્ટ 2010 સુધી લોટરી ટિકિટ્સનું જોરદાર માર્કેટિંગ કર્યું અને સિક્કિમને 910 કરોડનો ચુનો લગાવ્યો હતો. 

ADVERTISEMENT

કોઈ પાર્ટીને કેટલું દાન મળ્યું?

ચૂંટણી પંચની યાદી અનુસાર, ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસે વર્ષ 2019થી વર્ષ 2024ની વચ્ચે 1368 કરોડ રૂપયાનું ચૂંટણી દાન આપ્યું હતું. લિસ્ટમાં બીજા નંબરે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેણે રૂ. 977 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા અને ત્રીજા સ્થાને ક્વિક્સસપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ છે જેણે રૂ. 410 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતા. 12 એપ્રિલ, 2019 અને 24 જાન્યુઆરી, 2024 વચ્ચે SBI પાસેથી રૂ. 12,155 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી ભાજપને સૌથી વધુ 6060.5 કરોડ રૂપિયા, ટીએમસીને 1609.5 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 1214.9 કરોડ રૂપિયા મળ્યા છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT