Election Results 2023: MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં ‘મોદી મેજીક’!, તેલંગાણામાં પંજાએ મારી બાજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Assembly Election Result Updates: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં કોની સરકાર બનશે. કોના શીરે સજશે તાજ અને કોની થશે હાર, તેનો નિર્ણય આજે થઈ જશે. આ ચારેય રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. મધ્ય પ્રદેશની સાથે-સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે.

કયા રાજ્યોમાં અને ક્યારે ચૂંટણી યોજાઈ?

મિઝોરમની તમામ 40 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થયું હતું. આ સાથે 17 નવેમ્બરે મધ્યપ્રદેશની તમામ 230 સીટો પર મતદાન થયું હતું. આ પછી 25 નવેમ્બરે રાજસ્થાનમાં 200 સીટો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ 119 બેઠકો પર મતદાન થયું હતું.

લાઈવ અપડેટ્સ…

વસુંધરા રાજેએ કહ્યું કે, આ રાજસ્થાનની શાનદાર જીત

ADVERTISEMENT

Election Results 2023: મધ્યપ્રદેશમાં ભાજપ 162 પર આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર જાણો 4 રાજ્યોમાં કોણ છે આગળ
  • છત્તીસગઢમાં ભાજપ 53, કોંગ્રેસ 34, GGP 1,BSP 1, CPI 1
  • મધ્યપ્રદેશમાં ભાજપ 162 પર આગળ, કોંગ્રેસ 65, BSP 2, BHRTADVSIP 1
  • રાજસ્થાનમાં ભાજપ 112, કોંગ્રેસ 71, IND 9, BSP 2, RLTP 2
  • તેલંગણામાં કોંગ્રેસ 65, BHRS 39, ભાજપ 9, AIMIM 5, CPI 1,

તિજારા બેઠક પરથી બાબા બાલકનાથની જીત

રાજસ્થાનની તિજારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબા બાલકનાથ લગભગ 7 હજાર મતોથી જીત્યા છે. બાબા બાલકનાથે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવ્યા છે.

સચિન પાયલોટ અને અશોક ગેહલોતની જીત

રાજસ્થાનથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનની ટોક બેઠક પરથી સચિન પાયલોટની જીત થઈ છે.તો સરદારપુર બેઠક પરથી અશોક ગેહલોત પણ ચૂંટણી જીતી ગયા છે.

ADVERTISEMENT

દિલ્હીમાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ, પાર્ટી કાર્યાલયની બહાર ફોડ્યા ફટાકડા

ADVERTISEMENT

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સમર્થકો સાથે કરી મુલાકાત

Election Results 2023: રાજસ્થાનમાં ભાજપ 114, કોંગ્રેસ 70 પર આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર જાણો 4 રાજ્યોમાં કોણ છે આગળ
  • છત્તીસગઢમાં ભાજપ 54, કોંગ્રેસ 34, GGP 1, CPI 1,
  • મધ્યપ્રદેશમાં ભાજપ 157 પર આગળ, કોંગ્રેસ 70, BSP 2, BHRTADVSIP 1,
  • રાજસ્થાનમાં ભાજપ 114, કોંગ્રેસ 70, IND 7,BSP 3, RLTP 2,
  • તેલંગણામાં કોંગ્રેસ 65, BHRS 39, ભાજપ 9, AIMIM 4,CPI 1,

ગાંધીનગર કમલમ ખાતે ભાજપ નેતાઓએ શરૂ કરી ઉજવણી

રાજસ્થાનઃ ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, રાજસ્થાનમાં ભાજપ 102 સીટો પર આગળ ચાલી રહી છે. જેથી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે.

Election Results 2023: જાણો 4 રાજ્યોમાં કોણ છે આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર જાણો 4 રાજ્યોમાં કોણ છે આગળ
  • છત્તીસગઢમાં ભાજપ 34, કોંગ્રેસ 28, HMR 1, CPI 1,
  • મધ્યપ્રદેશમાં ભાજપ 143 પર આગળ, કોંગ્રેસ 59, GGP 1, BSP 1,
  • રાજસ્થાનમાં ભાજપ 99, કોંગ્રેસ 77, IND 9,BHRTADVSIP 4, BSP 2,
  • તેલંગણામાં કોંગ્રેસ 52, BHRS 29, ભાજપ 6, CPI 1,

છત્તીસગઢમાં ભાજપ 39 અને કોંગ્રેસ 35 સીટો પર આગળ

તેલંગાણામાં કોંગ્રેસ 53 બેઠકો પર આગળ

મધ્ય પ્રદેશમાં ભાજપ 150 સીટો પર આગળ

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, મધ્ય પ્રદેશમાં ભાજપ 150 અને કોંગ્રેસ 61 સીટો પર આગળ ચાલી રહી છે.

Rajasthan Election Results: વસુંધરા રાજે લગભગ 13 હજાર મતોથી આગળ

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે ઝાલરાપાટન સીટથી 13 હજાર મતોથી આગળ છે. આ ઉપરાંત બાંડીકુઈથી કોંગ્રેસના ગજરાજ ખટાણા 5671 મતોથી આગળ છે, ખાનપુરથી કોંગ્રેસના સુરેશ ગુર્જર 195 મતોથી આગળ છે.

Rajasthan Election Result: રાજસ્થાનમાં ભાજપ 99 સીટો પર આગળ

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, રાજસ્થાનમાં સવાર 10.30 વાગ્યા સુધીમાં ભાજપ 99, કોંગ્રેસ 73, બસપા ત્રણ સીટો પર આગળ ચાલી રહી છે.

Assembly Election Result: છત્તીસગઢમાં ઉલટફેર

છત્તીસગઢમાં હવે ઉલટફેર થઈ ગયો છે. અહીં ભાજપે કોંગ્રેસને પછાડીને બહુમતીના આંકડાને સ્પર્શી લીધો છે. આ સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર બને તેવું લાગી રહ્યું છે.

Election Results 2023: મધ્યપ્રદેશમાં ભાજપ 137 તો કોંગ્રેસ 57 પર આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર 4 રાજ્યોમાં કોણ છે આગળ
  • છત્તીસગઢમાં ભાજપ 31, કોંગ્રેસ 28, HMR 1, CPI 1,
  • મધ્યપ્રદેશમાં ભાજપ 137 પર આગળ, કોંગ્રેસ 57, GGP 2, BSP 1,
  • રાજસ્થાનમાં ભાજપ 99, કોંગ્રેસ 75, IND 9,BHRTADVSIP 4, BSP 2,
  • તેલંગણામાં કોંગ્રેસ 51, BHRS 29, ભાજપ 6, CPI 1,

સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનશે: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

Election Results 2023: મધ્યપ્રદેશમાં ભાજપ 126 પર તો કોંગ્રેસ 50 પર આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર 4 રાજ્યોમાં કોણ છે આગળ
  • છત્તીસગઢમાં ભાજપ 27, કોંગ્રેસ 24, HMR 1, CPI 1,
  • મધ્યપ્રદેશમાં ભાજપ 126 પર આગળ, કોંગ્રેસ 50, IND 1, GGP 3,
  • રાજસ્થાનમાં ભાજપ 97, કોંગ્રેસ 75, IND 9,BHRTADVSIP 4, BSP 3,
  • તેલંગણામાં કોંગ્રેસ 46, BHRS 26, ભાજપ 4,

Election Results 2023: મધ્યપ્રદેશમાં ભાજપ 115, કોંગ્રેસ 44 પર આગળ

  • ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસ 22, ભાજપ 24, HMR 1,
  • મધ્યપ્રદેશમાં ભાજપ 115 પર આગળ, કોંગ્રેસ 44, IND 1, GGP 3,
  • રાજસ્થાનમાં ભાજપ 99, કોંગ્રેસ 72, IND 9,BHRTADVSIP 4, CPI(M) 2,
  • તેલંગણામાં કોંગ્રેસ 46, BHRS 26, ભાજપ 3,

છત્તીસગઢમાં પણ ભાજપ આગળ

ચૂંટણી પંચના આંકડા મુજબ છત્તીસગઢમાં ભાજપને લીડ મળી છે. અહીં અત્યાર સુધી ભાજપ 23 પર આગળ છે જ્યારે કોંગ્રેસ 18 પર આગળ છે.

શિવરાજસિંહને મળવા પહોંચ્યા સિંધિયા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિવાસસ્થાને પહોંચ્યા છે. ચૂંટણી પંચના વલણો અનુસાર ભાજપ 73 બેઠકો પર અને કોંગ્રેસ 28 બેઠકો પર આગળ છે.

Rajasthan Election Results: તિજારાથી બાલકનાથ આગળ

રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. ત્યારે રાજસ્થાનની તિજારાથી બાલકનાથ આગળ ચાલી રહ્યા છે. તેઓ 5 હજાર મતોથી આગળ છે. જ્યારે સચિન પાયલટ તેમની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.

ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ

રાજસ્થાનમાં ભાજપને બમ્પર લીડ તો મધ્ય પ્રદેશમાં બહુમતથી પાર થયો આંકડો, તેલંગાણામાં કોંગ્રેસની પ્રચંડ લહેર. છત્તીસગઢમાં જીત તરફ કોંગ્રેસ પાર્ટી

શિવરાજ સિંહે કહ્યું કે, જનતાના આશીર્વાદથી ભાજપ બનાવી રહી છે સરકાર

Election Results 2023: ચારેય રાજ્યોમાં ચિત્ર લગભગ સ્પષ્ટ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. વલણ અનુસાર, એમપી-રાજસ્થાનમાં ભાજપને બહુમતી મળી છે. સાથે જ છત્તીસગઢ-તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે.

રાજસ્થાનમાં ભાજપ બહુમતીની નજીક

વલણ મુજબ રાજસ્થાનમાં ભાજપ બહુમતીની નજીક જતી જોવા મળી રહી છે. પાર્ટી 199માંથી 98 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 89 સીટો પર આગળ છે.

Telangana Election Results: કોંગ્રેસ તેલંગાણામાં આગળ

વલણ મુજબ કોંગ્રેસે તેલંગાણામાં બહુમતી હાંસલ કરી લીધી છે. પાર્ટી 64 સીટો પર આગળ ચાલી રહી છે. સત્તાધારી BRS 35 બેઠકો પર આગળ છે.

4 રાજ્યોમાં મતગણતરી

તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી. છત્તીસગઢના પાટનથી ભૂપેશ બધેલ પાછળ છે. તો રાજસ્થાનમાં સચિન પાયલટ આગળ.

▪️ મધ્યપ્રદેશની કુલ બેઠકો – 230
ભાજપ – 128
કોંગ્રેસ – 89

▪️ રાજસ્થાનની કુલ બેઠકો -199
ભાજપ – 94
કોંગ્રેસ – 93

▪️ છત્તીસગઢની કુલ બેઠકો – 90
ભાજપ – 34
કોંગ્રેસ – 52

▪️ તેલંગાણામાં કુલ 119 બેઠકો
BRS – 38
ભાજપ – 11
કોંગ્રેસ -59

 

Assembly Election Result Live: શરૂઆતી વલણમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ભાજપ આગળ

  • મધ્યપ્રદેશમાં ભાજપ 80 અને કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો પર આગળ છે.
  • રાજસ્થાનમાં ભાજપ 70 સીટો પર અને કોંગ્રેસ 60 સીટો પર આગળ છે. અન્ય 8 બેઠકો પર આગળ.
  • છત્તીસગઢમાં ભાજપ 32 સીટો પર અને કોંગ્રેસ 36 સીટો પર આગળ છે.
  • તેલંગાણામાં BRS 35 સીટો પર, કોંગ્રેસ 55 સીટો પર અને ભાજપ ત્રણ સીટો પર આગળ છે. અન્ય પાંચ બેઠકો પર આગળ છે.

કમલનાથે કહ્યું- જનતા પર અમને પૂરો વિશ્વાસ

મતગણતરી બાદ કમલનાથનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મને મધ્યપ્રદેશની જતા પર પૂરો વિશ્વાસ છે. મેં હજી સુધી કોઈ રુઝાન (વલણ) જોયા નથી.

રાજસ્થાનમાં VIP બેઠકોની શું છે હાલત?

રાજસ્થાનની VIP બેઠકોની વાત કરીએ તો સચિન પાયલટ, વસુંધરા રાજે અને રાજ્યવર્ધન રાઠોડ આગળ છે.

મધ્યપ્રદેશની VIP સીટોની સ્થિતિ

– શિવરાજ સિંહ ચૌહાણ (CM) – બુધનીથી આગળ
– નરોત્તમ મિશ્રા (ગૃહમંત્રી) – દતિયાથી પાછળ
– કમલનાથ (પૂર્વ સીએમ) – છિંદવાડાથી આગળ

રાજસ્થાનમાં બનશે ભાજપની સરકારઃ સી.પી જોશી

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સી.પી જોશીએ કહ્યું, “પૂર્ણ બહુમતી, સ્પષ્ટ બહુમતી, પ્રચંડ બહુમતી- આ જનતાએ આશીર્વાદ ભાજપને આપ્યા છે. આજે કુશાસનનો અંત આવી રહ્યો છે, અસત્ય હારી રહ્યું છે અને સુશાસન આવશે, ન્યાયની જીત થશે અને આ જ જનતાએ જનાદેશ આપ્યો છે.”

‘કોંગ્રેસ તેલંગાણામાં 70 સીટો જીતશે’

તેલંગાણા કોંગ્રેસના પ્રભારી માણિકરાવ ઠાકરેએ કહ્યું છે કે, અમારી પાર્ટી તેલંગાણામાં 70 સીટો જીતશે. એક્ઝિટ પોલમાં પણ આવું જ દર્શાવવામાં આવ્યું છે.

મતગણતરી શરૂ થતાં દિગ્વિજયસિંહનો દાવો

મતગણતરી શરૂ થતાં જ દિગ્વિજયસિંહે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘હું પહેલાં પણ કહેતો હતો અને હજુય કહું છું કે કોંગ્રેસ 130થી વધારે બેઠકોથી જીતશે’

Rajasthan Election 2023 Result Live: રાજસ્થાનમાં મત ગણતરી શરૂ થઈ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT