Earthquake: 20000 લોકોના મોત, 100000 ઘર ધ્વસ્ત, ભારતનો એ ભયાનક ભૂકંપ

ADVERTISEMENT

Earthquake in Kangra
હિમાચલના કાંગડાનો ભયાનક ભૂકંપ
social share
google news

Earthquake : હિમાચલ પ્રદેશમાં કાંગડામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જો કે ત્યાર બાદ કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી. જો કે હિમાચલમાં સતત ભૂકંપ આવતા રહ્યા અને જોન-4 અને 5 માં હિમાચલના શિમલા,મંડી, ચંબા આવે છે. ચંબામાં જ હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. લાહોલ સ્પીતિમાં 1 એપ્રીલની રાત્રે હળવો ભૂકંપ આવ્યો હતો. 

તાઇવાનની રાજધાની તાઇપેમાં આવ્યો ભયાનક ભૂકંપ

તાઇવાનની રાજધાની તાઇપેમાં બુધવારે સવારે મોટો ભૂકંપ આવ્યો. અહીં જાનમાલનું ભારે નુકસાન થયું છે. જો કે અત્યાર સુધી ચાર લોકોનાં મોતના સમાચાર છે. જો કે રાહત અને બચાવ ચાલી રહ્યું છે. સાથે જ હવે સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જો કે 120 વર્ષ અગાઉ હિમાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. 

1905માં આવ્યો હતો કાંગડામાં ભૂકંપ

મળતી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આજથી 120 વર્ષ પહેલા 1905 માં આજનાં જ દિવસે ચાર એપ્રીલે એક વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન કાંગડા તબાહ થઇ ગયું હતું. તેની દુર્લભ તસ્વીરો હિમાચ પ્રદેશ રાજ્ય આપદા પ્રબંધન દ્વારા શેર કરવામાં આવી છે. આપદા વિમોચને લખ્યું કે, ચાર એપ્રીલ 1905 નો જ તે દિવસ હતો. સવારે 06.19 મિનિટ થઇ હતી. દરમિયાન અચાનક જ ધરતી ડોલવા લાગી હતી. તમામ વસ્તુઓ પત્તાના મહેલની જેમ પડવા લાગી હતી. 8 રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપને આખો જિલ્લો જ ભુસી નાખ્યો હતો. આ દરમિયાન આશરે 2 મિનિટ સુધી ઝટકાઓ અનુભવાયા હતા. 

ADVERTISEMENT

આપદા વિમોચન વિભાગે જુની તસ્વીરો શેર કરી

આપદા વિમોચન વિભાગે આપેલી માહિતી અનુસાર ત્યારે 20000 હજાર લોકોનાં મોત થયા હતા. ભૂકંપના કારણે 53 હજાર પશુઓના પણ જીવ ગયા તા. સાથે જ 1 લાખ જેટલા કાચા પાકા મકાનો પણ પડી ગયા હતા. કાંગડામાં ભૂકંપના કારણે પ્રસિદ્ધ બ્રજેશ્વરી મંદિરને પણ નુકસાન થયું હતું. તેનો ગુંબજ પડી ગયો હતો. આજે પણ અહીં અનેક મંદિરો વાંકા છે. જે આજે પણ વાંકી સ્થિતિમાં જ સંરક્ષીત કરવામાં આવેલા છે. 

કાંગડાનો કિલ્લાને પણ થયું હતું ભારે નુકસાન

કાંગડામાં આવેલા આ ભૂકંપના કારણે પ્રસિદ્ધ કાંગડાના કિલ્લાને પણ ભારે નુકસાન થયું હતું. કિલ્લાની અનેક દિવાલો ધ્વસ્ત થઇ હતી. હવે આ કિલ્લાને જોવા માટે મોટા પ્રમાણમાં યાત્રીઓ આવે છે. આ કિલ્લો હવે જર્જરિત સ્થિતિમાં છે. ભૂકંપના કારણે કાંગડાના પાલમપુરનુ બજાર પણ સંપુર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયું હતું. શહેરમાં બજારને ફરી વસાવવામાં આવ્યું હતું. 

ADVERTISEMENT

અનેક બજારો સહિત સમગ્ર જિલ્લો ધ્વસ્ત થયો

આ જ પ્રકારે કાંગડાના ધર્મશાળામાં પણ ભારે નુકસાન થયું હતું. અહીં મેકલોડગંજમાં ચર્ચનો એક હિસ્સો તુટી પડ્યો હતો. સાથે જ ધર્મશાળા જેલ પણ ધરાશાયી થઇ ગઇ હતી. પ્રસિદ્ધ કોતવાલી બજાર પણ સંપુર્ણ ધ્વસ્ત થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તે ભૂકંપ બાદ હિમાચલમાં કોઇ એટલો મોટો ભૂકંપ નથી આવ્યો. નાના-મોટા ભૂકંપો આવ્યા કરે છે પરંતુ 1905 બાદ કોઇ એટલો મોટો ભૂકંપ આવ્યો નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT