ન્યુઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો, હવે સુનામીનું એલર્ટ અપાયું
વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ…
ADVERTISEMENT
વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે 8.56 કલાકે આવ્યો હતો.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT