Delhi News: દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, આ ભારતીય શહેરો પણ ટોપ 5માં સામેલ
World Most 10 Polluted Cities News: ભારત સહિત વિશ્વના અલગ-અલગ શહેરોમાં લોકોને વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-NCR સહિત…
ADVERTISEMENT
World Most 10 Polluted Cities News: ભારત સહિત વિશ્વના અલગ-અલગ શહેરોમાં લોકોને વાયુ પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી-NCR સહિત દેશના ઘણા શહેરોની હવા આ દિવસોમાં અત્યંત ઝેરી બની ગઈ છે. વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં દિલ્હી સૌથી પહેલા નંબર પર છે, જ્યારે પાકિસ્તાનનું લાહોર.
IQairએ બહાર પાડી યાદી
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીને સ્વિસ ગ્રુપ IQair દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ગ્રુપ વાયુ પ્રદૂષણના આધારે એર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરે છે. યાદી અનુસાર, દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને કોલકાતા 10 સૌથી ખરાબ વાતાવરણવાળા શહેરોમાં સામેલ છે. આ લિસ્ટને તૈયાર કરવા માટે 3 નવેમ્બરના સવારે 7.30 વાગ્યાના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, ત્રણ દિવસ બાદ પણ દિલ્હી સહિતના મોટા શહેરોમાં પ્રદૂષણની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરો કયા છે?
યાદીને જોતાં એ સ્પષ્ટ થાય છે કે 519 AQIની સાથે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. આ પછી પાકિસ્તાનનું લાહોર 283ના AQI સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ કોલકાતા 185 AQI સાથે ત્રીજા નંબરે છે. આ પછી ચોથા ક્રમે મુંબઈ આવે છે, જ્યાં AQI 173 નોંધાયો હતો. પાંચમા નંબરે ખાડી દેશ કુવૈતની રાજધાની કુવૈત સિટી છે, જ્યાં IQAirએ 165 AQI રેકોર્ડ કર્યો.
ADVERTISEMENT
દોહા નવામા સ્થાને
બાંગ્લાદેશની રાજધાની ઢાંકાને છઠ્ઠા ક્રમે છે, જ્યાં AQI 159 છે. મધ્ય પૂર્વના અન્ય દેશ ઈરાકની રાજધાની બગદાદને સાતમું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં હવાની ગુણવત્તા 158 પર છે. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા 158 AQI સાથે આઠમા, કતરની રાજધાની દોહા 153 AQI સાથે નવમા સ્થાને અને ચીનનું વુહાન શહેર 153 AQI સાથે 10મા સ્થાને છે. આ શહેરોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
અહીં જુઓ આખી યાદી
Most polluted cities.
Ranking of the world's 10 most polluted major cities on November 3, according to Air Quality Index.#AFPGraphics pic.twitter.com/chgmwHkrdf
— AFP News Agency (@AFP) November 6, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT