Video: 'તાત્કાલિક જેલમાં નાખો' યુવતીનો વીડિયો જોઈને લોકો ભડક્યા, Reelsના ચક્કરમાં તમામ હદ વટાવી
Pune Girl Stunt Viral Video : આજના સમયમાં યુવાઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી ગયો છે. ફેમસ થવા માટે યુવાઓ પોતા અને અન્ય નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. જોખમી વીડિયો બનાવતા યુવાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી હોવા છતાં આવા બનાવો સતત સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT

Pune Girl Stunt Viral Video : આજના સમયમાં યુવાઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી ગયો છે. ફેમસ થવા માટે યુવાઓ પોતા અને અન્ય નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. જોખમી વીડિયો બનાવતા યુવાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી હોવા છતાં આવા બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ભડકી ગયા છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ મામલો મહારાષ્ટ્રના પુણેનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પુણેથી વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલ્ડિંગ પર લટકીને એક યુવતી ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. યુવતીની સાથે ત્રણ અન્ય લોકો પણ છે, જેમાં બે યુવકો વીડિયોમાં જોવા મળી રહ્યા છે જ્યારે ત્રીજો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. આ યુવતી યુવકો હાથ પકડીને બિલ્ડિંગ પર લટકતી જોવા મળી રહી છે. ઊંચાઈ એટલી વધારે છે કે જો ત્યાંથી નીચે પડી જાય તો બચવું પણ અસંભવ લાગી રહ્યું છે.
रील का चक्कर... मूर्खपणाचा कळस आहे फक्त.. सुरक्षा, काळजी ह्याबद्दल ह्यांनी कधीच वाचले नसेलच...!
— Moonfires.com (@moonfirescom) June 19, 2024
स्थळ -अंदाजे दरीपूल, पुणे असावे!!! pic.twitter.com/WS67fw1XUf
લોકોએ કરી કાર્યવાહીની માંગ
યુવતી ડર્યા વગર હવામાં લટકેલી છે અને બાકીના લોકો તેની મદદ કરી રહ્યા છે. વીડિયોને અલગ-અલગ એન્ગલથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા પર તેને શેર કરવામાં આવ્યો ત્યારે લોકો આશ્ચર્યચકિત રહી ગયા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ ત્રણેય પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
પોલીસની પ્રતિક્રિયા આવી નથી
મોટાભાગના લોકોનું કહેવું છે કે આ સ્ટંટ જીવલેણ છે. વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ પર પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવા સંજોગોમાં પોલીસ આ લોકો સામે કાર્યવાહી કરશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT