600 કરોડનો દટાયેલો ખજાનો લેવા કોઈનું ઘર ખોદવા ઘૂસ્યાઃ મહિલા તાંત્રિકે કહ્યું અને બુદ્ધી બેર મારી
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક અજીબ ઘટના બની છે. તાંત્રિકે કહ્યું અને તેનું માનીને પોતાની સામાન્ય બુદ્ધીનો ઉપયોગ કર્યા વગર એક ટોળું બીજાનું જ મકાન ખોદવા…
ADVERTISEMENT
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક અજીબ ઘટના બની છે. તાંત્રિકે કહ્યું અને તેનું માનીને પોતાની સામાન્ય બુદ્ધીનો ઉપયોગ કર્યા વગર એક ટોળું બીજાનું જ મકાન ખોદવા પર આવી ગયા હતા. બન્યું એવું છે કે જયપુરમાં કરણી વિસ્તારમાં ધાવાસ ખાતે યદારામ મૌર્યના પરિચિત રામદયાલ અને રામેશ્વર સાથે જમીન વિવાદ ચાલે છે. જેમાં યદારામને પાઠ ભણાવવા તેણે ધર્મની બહેનની મદદ લીધી અને તે બહેન શીબાબાનો પાછી તંતરમંતરમાં જાણીતી મનાય છે. તેણે રામેશ્વરને કહ્યું કે જમીનનો વિવાદ ભૂલી જા, યાદારામની ઘરમાં ખોદવાનું શરૂ કરો ઘરની નીચે 600 કરોડ રૂપિયાનો ખજાનો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુભાઈ ભીલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં લીધી એન્ટ્રી
કેટલાય ફૂટ ખોદકામ કરી નાખ્યું
તંતર મંતરમાં તેઓ પોતાની બહેનને ઘણું માનતા હતા. આ તરફ 600 કરોડની લાલચે બધાની બુદ્ધીને બેર મારી દીધી. હવે આ શખ્સો યાદારામના ઘરે ધાડ પાડવા હથિયારો લઈને પહોંચ્યા. પ્લાનિંગમાં કેટલાક સાથીદારો અને પરિવારના સભ્યોને ઉત્તરપ્રદેશથી પણ બોલાવી લીધા. ધાડ પાડવા જયપુરમાંથી પણ લોકોને ભેગા કર્યા. બધાને વિશ્વાસ હતો કે યાદારામના ઘરમાં 600 કરોડનો ખજાનો દટાયેલો છે. ખોદકામના સામાન સાથે 12મીમેએ બધા જ લોકો યાદરામના ઘરે બળજબરીથી ઘૂસી ગયા તેમના પરિવારને બંધક બનાવી લેવાયો અને ખોદકામ ચાલુ કર્યું. આરોપીઓએ ટાઈલ્સ, માર્બલ બધું તોડી નાખ્યું. કેટલાય ફૂટ ખોદી નાખ્યું પણ કશું મળ્યું નહીં. આખરે આરોપીઓ ચીઢાયા અને ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત કરીને તેમના પરિવારને માર માર્યો. આખરે ઘરમાં લૂંટ પણ ચલાવી.
તાંત્રિક સળગતું પકડાવી પોતે ફરાર
પીડિત પરિવારે આ મામલાની જાણ પોલીસમાં કરતા 15 લોકો સામે ફરિયાદ નોંધી પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. જોકે હજુ પણ તાંત્રિક મહિલાની શોધખોળ ચાલુ છે. તાંત્રિક શીબાબાનો આ બધાને સળગતું પકડાવીને પોતે ક્યાંક ફરાર થઈ ગઈ હતી. પોલીસ હવે આગળની તપાસ ચાલુ રાખશે અને આરોપીઓ સામે કડકાઈથી કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT