કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુભાઈ ભીલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં લીધી એન્ટ્રી

ADVERTISEMENT

Congress to BJP, BJP to Congress, election 2024, C R patil, BJP Gujarat, Gujarat Congress, Dhirubhai Bhil
Congress to BJP, BJP to Congress, election 2024, C R patil, BJP Gujarat, Gujarat Congress, Dhirubhai Bhil
social share
google news

છોટાઉદેપુરઃ સંખેડા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના મોટા ગજાના નેતાઓમાં ગણના પામતા ધીરુભાઈ ભીલે હવે પોતાની વિચારધારા બદલી નાખી છે. તેઓ હવે કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે. સીઆર પાટીલ સાથે આજે એક સ્ટેજ પર હાથ ઊંચા કરીને ગર્વથી તેમણે ભાજપમાં જોડાયાની જાહેરાત કરી છે. તેમણે સી આર પાટીલના હાથે જિલ્લા અને તાલુકા પંચાયતના સંભ્યોની સાથે મળીને ભાજપમાં એન્ટ્રી લગાવી હતી.

ધિરુભાઈને ભાજપમાં ભેળવનાર કોણ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. જેની અસર પરિણામ પર જોવા મળી હતી. ત્યારે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવે રહી છે. આ દરમિયાન ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. નસવાડીના કોંગ્રેસના દિગ્ગજ નેતા 4 વાર ધારાસભ્ય રહેલા ધીરુભાઈ ભીલને ભાજપમાં લઇ જવાનો તકતો ગોઠવાયો તેની સાથે 2 હજાર કોંગ્રસના કાર્યકરો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાશે તેવું આયોજન થઈ રહ્યું છે.

શૂટિંગ દરમિયાન ઘાયલ થયો સલમાન ખાન, ફોટો શેર કરી જાણો શું લખ્યું

ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ ભીલ અત્યાર સુધીમાં 6 વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. 4 વાર ધારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલ ભાજપમાં લઈ જવા પાછળ ભાજપના સાંસદસભ્ય અને સંખેડા ધારાસભ્યના પ્રયત્નો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તમામ પ્રયત્નોમાં તેઓને સફળતા પણ મળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT