સાચવજો! ફરી વધ્યો કોરોનાનો ખતરો, આ દેશમાં COVID-19ના નવા વેરિઅન્ટથી હડકંપ, ડોક્ટરો ચિંતામાં મુકાયા
Covid New Varient In Britain: BA.2.86 અથવા પિરોલા સ્ટ્રેન એ COVID-19નો એક અત્યંત મ્યુટન્ટ વેરિઅન્ટ છે.તેણે સંક્રમણના લક્ષણોને બદલી નાખ્યા છે. જોકે, બ્રિટનમાં તેના કેસોમાં…
ADVERTISEMENT
Covid New Varient In Britain: BA.2.86 અથવા પિરોલા સ્ટ્રેન એ COVID-19નો એક અત્યંત મ્યુટન્ટ વેરિઅન્ટ છે.તેણે સંક્રમણના લક્ષણોને બદલી નાખ્યા છે. જોકે, બ્રિટનમાં તેના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી, પરંતુ ડોકટરોનું કહેવું છે કે આ બીમારીના લક્ષણો બદલાઈ રહ્યા છે, જેના કારણે લોકોના ચહેરા પર અસર થવા લાગી છે.
આ છે પિરોલાના લક્ષણો
કોવિડ-19ને કારણે સ્વાદ કે સુગંધ ન આવવી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હવે સામાન્ય બની ગયા છે. જ્યારે પિરોલા અથવા BA.2.86ના નવા લક્ષણો છે, જેમ કે- ઝાડા અને થાક, દુખાવો, ખૂબ તાવ, થાક, વહેતું નાક અને ગળુામાં ખરાશ.
શ્વસનતંત્રને પણ કરે છે પ્રભાવિતઃ ડોક્ટરો
ડોક્ટરોના જણાવ્યા મુજબ, પિરોલાની ઓળખ ચહેરા પર દેખાતા લક્ષણો જેમ કે આંખમાં બળતરા અથવા લાલ આંખ અને ત્વચા પર ફોલ્લીઓ દ્વારા ઓળખી શકાય છે. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે તેમને એક નવા લક્ષણ વિશે પણ જાણવા મળ્યું છે. આ મુજબ તે શ્વસનતંત્રને પ્રભાવિત કરે છે, જેમાં નાક અને વોયસ બોક્સ (Vocal Cord) પણ સામેલ છે.
હજુ ખતમ નથી થઈ મહામારી
યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA)એ જણાવ્યું કે, વાયરસ વારંવાર અને રેન્ડમ રીતે બદલાય છે. જેમ-જેમ મહામારી આગળ વધશે, નવા વેરિઅન્ટ સામે આવતા રહેશે. ખાસ કરીને જ્યારે તેના કેસમાં વૃદ્ધિ થશે. આપણે હજી ઘણું કામ કરવાની જરૂર છે કારણ કે આ મહામારી હજુ ખતમ નથી થઈ.
વેક્સિન લેવી જરૂરી
અધિકારીઓએ વેક્સિનેશન અભિયાનને વેગ આપવા હાકલ કરી છે. વૃદ્ધો અને બાળકો જેમ કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ જેઓએ હજુ સુધી બુસ્ટર ડોઝ નથી લીધો તેઓએ તાત્કાલિક બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ તેવી વિનંતી પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો.
ચિંતાજનક વધારો થયો નથી
કોરોના વાયરસનો BA.2.86 વેરિઅન્ટ પહેલીવાર જુલાઈમાં જોવા મળ્યો હતો. તે ઓમીક્રોનના પાછલા વેરિઅન્ટના ભારે મ્યુટેશન બાદ ઉભરી આવ્યો હતો. પિરોલા સ્ટ્રેન, જે BA.2.86નું જ નામ છે, તેની સામે લડવા માટે બ્રિટનમાં એક રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેના કેસોમાં કોઈ ચિંતાજનક વધારો થયો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT