સોનિયા ગાંધીને ભારત માતા સ્વરૂપ દેખાડાતા વિવાદ, ભાજપે કર્યા આકરા પ્રહાર
નવી દિલ્હી : તેલંગાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને દેવી સ્વરૂપે દેખાડવામાં આવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં સોનિયાને દેવીના વેશમાં રત્નોવાળો મુકુટ પહેરેલો હોય…
ADVERTISEMENT
નવી દિલ્હી : તેલંગાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને દેવી સ્વરૂપે દેખાડવામાં આવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં સોનિયાને દેવીના વેશમાં રત્નોવાળો મુકુટ પહેરેલો હોય તેવું દેખાડવામાં આવ્યો છે. તેમાં તેની ડાબી હથેળીમાંથી ઉભરતા તેલંગાણાનો નક્શો પણ જોવા મળી રહ્યો છે. જે અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ભાજપે કોંગ્રેસ કાર્યકર્તાઓના પગલાને શરમજનક ગણાવ્યું છે. ભાજપ પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું કે, સૌથી જુની પાર્ટીએ હંમેશા પોતાના પરિવારને દેશ અને જનતાથી ઉપર સમજે છે.
શહજાદ પુનાવાલાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
શહજાદ પુનાવાલાએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, ભારતનું અપમાન કરવાની કોંગ્રેસની આદત બનાવી ચુકી છે. તેમણે લખ્યું કે, આરાધના મિશ્રા જેવા કોંગ્રેસી નેતાઓનું કહેવું હતું કે, ભારત માતા કી જય પાર્ટીના અનુશાસન વિરુદ્ધ છે. આ અગાઉ બીડી કલ્લાએ કહ્યું કે, BMKJ નહી પરંતુ સોનિયા માતા કી જય બોલો. હવે કોંગ્રેસ સોનિયા ગાંધીને ભારત માતાની બરાબર હોવાનું કહી રહી છે.
CWC બેઠક બાદ લગાવાયા પોસ્ટર
આ પોસ્ટર રવિવારે હૈદરાબાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ લગાવાયા છે. આ મીટિંગ રાજ્યમાં આગામી વિધાનસભા અંગેના મામલે ચર્ચા કરવા માટે બોલાવાઇ હતી. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અનેક સીનિયર નેતા તેમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ રવિવારે કહ્યું કે, તેમનું સપનું છે કે, તેલંગાણામાં તેમની પાર્ટીની સરકાર બને, જે સમાજના તમામ વર્ગો માટે કામ કરશે. તેમણે હૈદરાબાદ નજીક તુક્કુગુડામાં એક જનસભા સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે 6 ગેરેન્ટીની જાહેરાત કરી રહ્યા છે અને અમે દરેક ગેરેન્ટી પુર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધીએ તેલંગાણાના લોકોની આપી 6 ગેરેન્ટી
સોનિયા ગાંધીએ મહાલક્ષ્મી યોજનાની ગેરેન્ટીની જાહેરાત કરી, જેના હેઠળ કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેલંગાણાની મહિલાઓને 2500-2500 રૂપિયા પ્રતિમાસની આર્થિક મદદ આપવામાં આવશે. સોનિયાએ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને રાજ્ય પરિવહન નિગમની બસોમાં મહિલાઓ માટે મફત યાત્રાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, મારુ સપનું છે કે, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બને જે તમામ વર્ગો માટે કામ કરશે. સીનિયર લીડરે જનતાને કોંગ્રેસના પક્ષમાં મત આપવા માટેની અપીલ કરી.
ADVERTISEMENT