લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસે કહ્યું આ ‘હત્યાકાંડ’ છે, જગદીશ ઠાકોરે સરકાર પર નિશાન સાધ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનાં નેતાઓએ લઠ્ઠાકાંડને હત્યાકાંડ કહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં જગદીશ ઠાકોરે પણ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા. આની સાથે જ ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે એવી ચીમકી ઉચ્ચારી કોંગ્રેસનાં કાર્યકર્તાઓ ધરણાં પર બેઠા હતા. ઉલ્લેખનીય છે કે બરવાળાનાં લઠ્ઠાકાંડમાં 42થી વધુ લોકોનાં મોત થયા પછી કોંગ્રેસ પાર્ટી સતત સરકાર પર પ્રહાર કરતી આવી છે.

જગદીશ ઠાકોર ગુસ્સે થયા…
જગદીશ ઠાકોરે વિરોધ પ્રદર્શનમાં કહ્યું કે ગુજરાતમાં શરબતની લારીઓ પણ માત્ર ઉનાળા પૂરતી જ ચાલે છે, પરંતુ જો દારૂની વાત કરીએ તો એ 24 કલાક ઉપલબ્ધ હોય જ છે. તો બીજી બાજુ રઘુ શર્માએ પણ વિરોધ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં એક એવો વિસ્તાર છે જ્યાં ડ્રગ્સ સરળતાથી મળે છે. અહીંની જનતાએ 2 દાયકાથી વધુનાં સમય સુધી સરકાર પર વિશ્વાસ રાખી એમને સત્તા આપી છે તો શું આ સરકારને શોભે છે? રઘુ શર્માએ ગુજરાતમાં ચાલતા ડ્રગ્સના લાખો-કરોડોનાં કારોબાર અંગે પણ જણાવ્યું હતું.

વર્ષ 1951માં સુપ્રીમ કોર્ટે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949ની જોગવાઈઓ પર નિર્ણય સંભળાવ્યો હતો. એ સમયે ગુજરાત રાજ્ય બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું. આ કાયદાની કલમ 12 અને 13 અંતર્ગત દારૂ બનાવવા, વેચવા અને પીવા પર પ્રતિબંધ હતો. ભાષાના આધારે બોમ્બે સ્ટેટ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચાયું ત્યારે 1960માં ગુજરાતે આ કાયદાને જેમનો તેમ લાગુ કર્યો અને ત્યારથી ગુજરાતમાં દારૂ બંધી છે.

ADVERTISEMENT

દેશમાં આટલા ડ્રાય સ્ટેટ
ભારત દેશના ગુજરાત, લક્ષદીપ, બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યમાં દારૂબંધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT