Breaking News: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હોળી-ધૂળેટી જેલમાં, છ દિવસના ED રિમાન્ડ મંજૂર
રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પહેલા કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી.
ADVERTISEMENT
Arvind Kejriwal Arrest: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. PMLA કોર્ટમાં કેજરીવાલ કેસની સુનાવણી થઈ હતી. જેમાં ED 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાંથી કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. આ પહેલા કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. એવો સવાલ પણ ઉઠાવ્યો કે જ્યારે ED પાસે બધું જ છે તો પછી ધરપકડ શા માટે કરવામાં આવી. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT