સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો: એન્કાઉટરમાં 12 નક્સલીઓને ઠાર માર્યા, ઘર્ષણમાં બે જવાન ઘાયલ
Naxalites Killed In A Clash With Police: મહારાષ્ટ્ર સરહદ પર વંડોલી ગામ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
ADVERTISEMENT
Naxalites Killed In A Clash With Police: મહારાષ્ટ્ર સરહદ પર વંડોલી ગામ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. તેમની પાસેથી એકે 47 સહિત ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. આ અથડામણમાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ અથડામણ મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદ નજીક ગઢચિરોલી અને કાંકેર સરહદ પાસે થઈ હતી.
સવારથી જ શરૂ હતું સેનાનું સર્ચ ઓપરેશન
બુધવારે સવારે 10 વાગ્યે ગઢચિરોલીથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 7 C60 ટીમો છત્તીસગઢ બોર્ડર પાસેના વંડોલી ગામમાં તૈનાત કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે 12-15 નક્સલવાદીઓ ગામની નજીક કેમ્પ કરી રહ્યા છે. બપોરે ભારે ગોળીબાર શરૂ થયો હતો અને મોડી સાંજ સુધી 6 કલાકથી વધુ સમય સુધી સતત ચાલુ રહ્યો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 3 AK47, 2 INSAS, 1 કાર્બાઇન, 1 SLR સહિત 7 ઓટોમેટિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
ઓપરેશનમાં સામેલ સૈનિકોને 51 લાખ રૂપિયા મળશે
માર્યા ગયેલા નક્સલવાદીઓમાં એકની ઓળખ ટીપાગઢ દલમના પ્રભારી ડીવીસીએમ લક્ષ્મણ આત્રામ ઉર્ફે વિશાલ આત્રામ તરીકે થઈ છે. વિસ્તારમાં નક્સલવાદીઓની ઓળખ અને શોધખોળ ચાલુ છે. C60 ના PSI અને એક જવાન ગોળીઓથી ઘાયલ થયા હતા. બંને ખતરાની બહાર છે અને તેમને નાગપુર રિફર કરવામાં આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ એન્કાઉન્ટર પછી ઓપરેશનમાં સામેલ C60 સૈનિકોને 51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT