BIG NEWS: કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા, DAમાં 4 ટકાનો વધારો, LPG સિલિન્ડર પર છૂટ મામલે પણ મોટા નિર્ણય
DA Hike Announced, LPG subsidy scheme extension: આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે તે પહેલા કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને સરકારે ખુશ કરી દીધા છે. કેન્દ્ર સરકારના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે પેન્શનરોને પણ આનો લાભ મળશે. તો આ સિવાય LPG સિલિન્ડરની સબસીડી પર પણ મોટો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

પીએમ ઉજ્જવલા યોજનાના હેઠળ સબસીડી શરૂ રહેશે
કેન્દ્રીય કેબિનેટે 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના (PM Ujjwala Yojana) ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. હવે પીએમ ઉજ્જવલા યોજના સબસિડી હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે. તેમજ આ નિર્ણયથી સરકારી તિજોરી પર 12 હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. નોંધનીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને એક વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 કરવામાં આવી છે.
લાખો કર્મચારીઓને ફાયદો થશે
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (DA Hike) 4 ટકાનો વધારો કર્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness Relief) આપવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવશે, જેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT