મહિલા MLA નું કાર અકસ્માતમાં કરુણ મોત, હાઈવે પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ

ADVERTISEMENT

મહિલા ધારાસભ્ય લસ્યા નંદિતા
મહિલા ધારાસભ્ય લસ્યા નંદિતા
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

BRSના મહિલા ધારાસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

point

તેમની કારે નિયંત્રણ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી.

point

BRS ચીફ કેસીઆરએ લાસ્યા નંદિતાના અકાળે નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

BRS MLA Accident Death: સિકંદરાબાદ કેન્ટથી BRSના ધારાસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સંગારેડીના અમીનપુર મંડલ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર તેમની કારે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઈડર સાથે અથડાઈ.

આ માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લસ્યા નંદિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેમનો કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: Breaking News: કેડિલાના CMDને ક્લિન ચીટ! રાજીવ મોદી સામે થયેલ કથિત દુષ્કર્મ કેસમાં પુરાવા ન મળ્યા


કેસીઆરે ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

BRS ચીફ કેસીઆરએ લાસ્યા નંદિતાના અકાળે નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, એક યુવાન ધારાસભ્ય તરીકે તેમના કામ માટે જાણીતી લસ્યા નંદિતાના માર્ગ અકસ્માતમાં મૃત્યુથી હું દુખી છું. આ દુખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

ADVERTISEMENT

નંદિતાના અવસાનથી મને ખૂબ જ આઘાત લાગ્યો છેઃ સીએમ

યુવા ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કરતા તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતી રેડ્ડીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, કેન્ટના ધારાસભ્ય લસ્યા નંદિતાના અકાળે અવસાનથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. નંદિતાના પિતા સયન્ના સાથે મારો ગાઢ સંબંધ હતો. ગયા વર્ષે આ જ મહિનામાં તેમનું અવસાન થયું… તે ખૂબ જ દુઃખની વાત છે કે નંદિતાનું પણ આ જ મહિનામાં અચાનક અવસાન. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું... હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના આત્માને શાંતિ આપે.

આ પણ વાંચો: Ram Mandir: 10KG સોનું, 25KG ચાંદીનું દાન... એક મહિનામાં રામમંદિરના દાનનો આંકડો આટલો થયો

KTRએ યુવા ધારાસભ્યને યાદ કર્યા

યુવા મહિલા ધારાસભ્યના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા, KTR X (ટ્વિટર) પર લખ્યું, લાસ્યા નંદિતાના નિધનના દુઃખદ અને આઘાતજનક સમાચાર મળ્યા છે. હું યુવા ધારાસભ્યના મૃત્યુથી આઘાતમાં છું અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

ADVERTISEMENT

કોણ છે લસ્યા નંદિતા?

તમને જણાવી દઈએ કે લસ્યા નંદિતા તેલંગાણાની અગ્રણી નેતા છે. સાયનાની દીકરી. 37 વર્ષીય લસ્યા ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારને હરાવીને પ્રથમ વખત સિકંદરાબાદ કેન્ટ સીટથી ધારાસભ્ય બન્યા હતા. તેમના પિતા પણ આ જ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Ambani પરિવારના ઘરે હરખના તેડા! અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં આવશે 'મોંઘેરા મહેમાનો'

    follow whatsapp

    ADVERTISEMENT