Boat Capsized news: બિહારમાં મોટી દુર્ઘટના, બાગમતી નદીમાં પલ્ટી હોળી, 12થી વધુ બાળકો ગુમ
Boat Capsized news: બિહારના મુઝફ્ફરપુરમાં મોટી બોટ દુર્ઘટના થઈ છે. અહીં બેનિયાબાદ ઓપી વિસ્તારના ભાટગામામાં મધુરપટ્ટી વિસ્તારમાં બાગમતી નદીમાં એક હોડી પલટી ગઈ. જે સમયે…
ADVERTISEMENT
Boat Capsized news: બિહારના મુઝફ્ફરપુરમાં મોટી બોટ દુર્ઘટના થઈ છે. અહીં બેનિયાબાદ ઓપી વિસ્તારના ભાટગામામાં મધુરપટ્ટી વિસ્તારમાં બાગમતી નદીમાં એક હોડી પલટી ગઈ. જે સમયે આ અકસ્માત થયો તે સમયે બોટમાં 30થી વધુ બાળકો સવાર હતા. દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 20 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ બાળકો ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.
Gujarat High Court News: મહેસાણાની દુષ્કર્મની 16 વર્ષની પીડિતા કરાવી શકશે ગર્ભપાત, હાઈકોર્ટે આપી પરવાનગી
બચાવ કામગીરી ચાલુ
બોટ દુર્ઘટનાના સમાચાર આ વિસ્તારમાં પહોંચતા જ અહી અરેરાટી વ્યાપી ગઈ હતી. ગામમાં અરાજકતાનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બેનિયાબાદ ઓપી વિસ્તારના ભટગામાના મધુરપટ્ટી ઘાટ પર બની હતી. અકસ્માત બાદ લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. અહીં, માહિતી મળ્યા પછી, બેનિયાબાદ ઓપી પોલીસ અને એસડીએફઆરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. હાલમાં, વિગતોની રાહ જોવાઈ રહી છે…
ADVERTISEMENT
ADVERTISEMENT