CM પદના ચહેરા વગર જ 5 રાજ્યોમાં ઉતરશે ભાજપ, શિવરાજ અને વસુંધરા પર લાગી રહ્યા છે ક્યાસ

ADVERTISEMENT

BJP election without CM Face
BJP election without CM Face
social share
google news

નવી દિલ્હી : ભાજપે મધ્યપ્રદેશમાં સીટોની વહેંચણી શરૂ કરી દીધી છે અને અત્યાર સુધી બે યાદી જાહેર કરી દેવામાં આવી છે. સોમવારે રાત્રે પાર્ટીએ બીજી યાદી જાહેર કરી તો ચોંકાવતા નરેન્દ્રસિંહ તોમર સહિત ત્રણ કેન્દ્રીય કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહી છત્તીસગઢમાં પણ ટિકિટોની વહેંચવાનું શરૂ કરી દીધું છે, જો કે અત્યાર સુધી કોણ પ્રચાર લીડ કરશે અને સીએમ પદનો ચહેરો કોણ હશે તે અંગે કોઇ જ નિર્ધાર નથી થયો.

તમામ રાજ્યોમાં સીએમ પદના ચહેરા વગર ઉતરવાની રણનીતિ

રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ છે. ભાજપ સતત સામુહિક નેતૃત્વની જ વાતો કરી રહ્યું છે. મધ્યપ્રદેશમાં શિવરાજ પોતાના અંગે કંઇ પણ કહેવાથી બચી રહ્યા છે. તો રાજસ્થાનમાં વસુંધરા રાજે અને છત્તીસગઢમાં રમનસિંહને પણ વિશ્વાસ નથી કે કઇ ઘડીએ શું થશે. રાજસ્થાનમાં તો ભાજપ પોતે જ સામુહિક લીડરશિપની વાતો કહી ચુક્યા છે.

કોઇ નેતાને કારણે નુકસાન ન થાય અને ફાયદો પણ મળે તેવી રણનીતિ

બીજી તરફ ભાજપ સુત્રોનું કહેવું છે કે, પાર્ટી 5 રાજ્યોની ચૂંટણીમાં ક્યાંય પણ સીએમ ફેસ જાહેર કરવા મેદાનમાં નહી ઉતરે. ત્રણેય હિંદી પ્રદેશો ઉપરાંત મિઝોરમ અને તેલંગાણા માટે પણ આ જ રણનીતિ રહેશે. સુત્રો અનુસાર તેનું કારણ છે કે, ભાજપ કોઇ જુના નેતાની એન્ટી ઇન્કમ્બન્સી નથી ઇચ્છતા.આ ઉપરાંત તેની લોકપ્રિયતા પણ છે. એવામાં તેમને સાઇડલાઇન કરવાથી નુકસાન થશે. આ પણ સમજુતી છે. એટલા માહે સામુહિક નેતૃત્વની વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીને આગળ કરીને ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ શિવરાજ,વસુંધરા જેવા નેતાઓનો પણ સાથ છે જેથી સ્થાનિક સ્તર પર તેની લોકપ્રિયતાનો પણ ઉપયોગ કરવામાં આવે.

ADVERTISEMENT

કેમ કોઇ એક ચહેરા પર જુગાર રમવા નથી ઇચ્છતી પાર્ટી

આ પ્રકારે ભાજપ રાજ્યમાં કોઇ એક ચહેરાના ભરોસે ઉતરવાનું રિસ્ક નથી લઇ રહ્યા. મધ્યપ્રદેશમાં તો ક્યાસ લગાવાઇ રહ્યા છે કે, કારણ કે અત્યાર સુધી બહાર પડાયેલી યાદીમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણનું પણ નામ નથી. ચર્ચાથવા લાગી છે કે, એન્ટી ઇનકમ્બૈંસીથી બચવા માટે 64 વર્ષીય ચૌહાણને હટાવવામાં આવી શકે છે. જો કે પાર્ટીના સુત્રોએવી વાતોને ફગાવી રહ્યા છે કે તેમનું કહેવું છે કે ભલે મોટા નેતાઓને પાર્ટીએ ઉતારીને ચૂંટણીમાં માહોલ બનાવ્યો છે, જો કે શિવરાજનું કદ યથાવત્ત નહી રહે. જો કે તેમ કહીને ચર્ચાઓ વધારી દે છે કે સીએમ પદ અંગે ચુકાદો આપ્યા બાદ જ વાત થશે.

રાજસ્થાન અને MP માં લાંબા સમય બાદ ચહેરા વગર ઉતરવાનું આયોજન

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લાંબા સમય બાદ એવું થશે, જ્યારે ભાજપ સીએમ પદના ચહેરા વગર મેદાનમાં ઉતરશે. મધ્યપ્રદેશની જેમ જ રાજસ્થાનમાં વસુંધરા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સુત્રોનું કહેવું છે કે, ભાજપ વસુંધરાને કિનારે કરવાના બદલે વિકલ્પ ખુલા રાખવા માંગે છે. સ્પષ્ટ છે કે વસુંધરાની સંભાવના ખતમ નથી થઇ પરંતુ દબાવ જરૂરી છે. કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને અર્જુનરામ મેઘવાલને પણ પેતના પ્રતિદ્વંદીઓ તરીકે જોવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં પણ પાર્ટી રમનસિંહ અને અરૂણ સાવને વિકલ્પ તરીકે રાખ્યા છે, જો કે હજી સુધી કોઇના પર પણ અધિકારીક મહોર લગાવાઇ નથી. પાર્ટીનું કહેવું છે કે તેણે 2017 માં યુપીમાં પણ આવું જ કર્યું હતું અને તેનો લાભ મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT