ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને બનાવાયા પ્રોટેમ સ્પીકર, નવા લોકસભા અધ્યક્ષની કરાવશે ચૂંટણી

ADVERTISEMENT

BJP MP Bhartruhari Mahtab
ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ
social share
google news

BJP MP Bhartruhari Mahtab pro-tem Speaker : ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર હશે. નવા ચૂંટાયેલા સાંસદોને ભર્તૃહરિ મહતાબ જ શપથ લેવડાવશે. તમને જણાવી દઈએ કે, મહતાબ ઓડિશાના કટકથી 57077 વોટથી ચૂંટણી જીત્યા હતા. તેમણે બીજેડીના સંતરૂપ મિશ્રાને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ કટકના ભાજપના સભ્ય ભર્તૃહરિ મહતાબને અસ્થાયી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજો નિભાવશે. આપને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા ભર્તૃહરિ મહતાબ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા.

'લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી મહતાબ તેમની ફરજ નિભાવશે'

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 7 વખત સાંસદ રહી ચૂકેલા ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લેશે. તેમને અધ્યક્ષોની પેનલ દ્વારા મદદ કરવામાં આવશે. આ પેનલમાં કોંગ્રેસના નેતા કે સુરેશ, ડીએમકે નેતા ટીઆર બાલુ, ભાજપના સાંસદો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે અને ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાય સામેલ હશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્યો 24-25 જૂને શપથ લેશે. જ્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે.

પ્રોટેમ સ્પીકર શું છે?

પ્રોટેમ સ્પીકરને લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. પ્રોટેમ સ્પીકરે રોજિંદી કાર્યવાહી કરવાની હોય છે. ભર્તૃહરિ મહતાબ નવા અધ્યક્ષની ચૂંટણી સુધી તમામ જવાબદારીઓ નિભાવશે. નવા સભ્યોને શપથ પણ લેવડાવશે. જો કે, પ્રોટેમ એક અસ્થાયી પદ છે. ગૃહના નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કામ કરશે. તમને જણાવી દઈએ કે, સ્પીકર બહુમતીથી ચૂંટાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT