92 વર્ષની ઉંમર... 1.5 લાખ કરોડની સંપત્તિ, આ અબજપતિએ કરી 5મા લગ્નની જાહેરાત

ADVERTISEMENT

Rupert Murdoch Wedding
Rupert Murdoch Wedding
social share
google news

Rupert Murdoch Wedding: એક કહેવત છે કે 'પ્રેમની કોઈ ઉંમર નથી હોતી', આ વાત દિગ્ગજ મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક સાથે એકદમ બંધબેસે છે. અબજોપતિ રુપર્ટ માર્ડોક હવે 5મી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે, જેની જાહેરાત તેમણે પોતે કરી છે. ખાસ વાત એ છે કે તે 92 વર્ષની ઉંમરે પાંચમી વખત લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે. ચાલો જાણીએ તેમની સંપત્તિ વિશે...

વૃદ્ધ અબજોપતિ જૂનમાં લગ્ન કરશે

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રુપર્ટ મર્ડોકે ગુરુવારે જાહેરાત કરતી વખતે તેમના પાંચમા લગ્નની તારીખ પણ જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે જૂન 2024માં તેની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. ગયા વર્ષે પણ, રુપર્ટ સમાચારમાં હતા જ્યારે તેણે ડેન્ટલ હાઈજિનિસ્ટ રેડિયો હોસ્ટ બનેલી એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી હતી, પરંતુ એક મહિના કરતાં ઓછા સમયમાં તેમણે તેને રદ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ખીચોખીચ ભરેલી ટ્રેનમાં સીટ માટે PM મોદી લગાવતા હતા જુગાડ, ખુદ જણાવ્યો કિસ્સો

આ રીતે રુપર્ટ-ઝુકોવા મળ્યા

રિપોર્ટ અનુસાર, એલેના ઝુકોવા રશિયાના મોસ્કોની રહેવાસી છે અને તેની ઉંમર 67 વર્ષ છે. અન્ય એક અહેવાલ મુજબ, અબજોપતિ રુપર્ટ મર્ડોકની નિવૃત્ત ઝુકોવા સાથેની મુલાકાતની ખુદ તેમની ત્રીજી પત્ની વેન્ડી ડેંગે કરાવી હતી. આ પછી થોડો સમય વિતાવ્યા બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા ટાયકૂનના છેલ્લા છૂટાછેડા વર્ષ 2022 માં થયા હતા, જ્યારે તેમણે અભિનેત્રી અને મોડલ જેરી હોલથી છૂટાછેડા લીધા હતા. તે છ બાળકોના પિતા છે.

ADVERTISEMENT

જો આપણે અબજોપતિ રુપર્ટ મર્ડોકના છેલ્લા ચાર લગ્નની વાત કરીએ તો...
પ્રથમ પત્ની - પેટ્રિશિયા બુકર (1956-1967)
બીજી પત્ની- એના માન (1967-1999)
ત્રીજી પત્ની- વેન્ડી ડેંગ (1999-2013)
ચોથી પત્ની- જેરી હોલ (2016-2022)

આ પણ વાંચો: પિતાનું વેર પુત્ર સાથે લીધુંઃ Bhavnagar માં હોર્ન મારવા બાબતે ઠપકો આપતા ઘરમાં ઘુસી યુવકની હત્યા

નેટવર્થ રૂ. 1.5 લાખ કરોડ છે

વર્ષ 1931માં ઓસ્ટ્રેલિયામાં જન્મેલા અને આ ઉંમરે લગ્નની તૈયારી કરી રહેલા રૂપર્ટ મર્ડોકની ગણતરી અમેરિકાના મોટા અબજોપતિઓમાં થાય છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 18.9 બિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ADVERTISEMENT

ઘણા મોટા મીડિયા હાઉસના માલિક

રુપર્ટ મર્ડોક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના મોટા અખબારો અને ટીવી ચેનલોના માલિક છે. તેઓ બ્રિટનના પ્રખ્યાત ધ ટાઈમ્સ, સન્ડે ટાઈમ્સ, ધ સન સહિત અનેક અખબારોના માલિક છે. આ સિવાય તે અમેરિકાની વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂયોર્ક પોસ્ટ, 7 ન્યૂઝ ઈન્ફોર્મેશન સર્વિસ, ફોક્સ ટીવી ગ્રુપ અને સ્કાય ઈટાલિયાના માલિક છે. એન્ટરટેઈનમેન્ટ કંપની 21st Century Fox પણ તેમની છે. તેઓ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના માલિક છે. આ સાથે તેમની પાસે નેશનલ જિયોગ્રાફિક અને બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટરમાં હિસ્સો છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT