VIDEO: ખીચોખીચ ભરેલી ટ્રેનમાં સીટ માટે PM મોદી લગાવતા હતા જુગાડ, ખુદ જણાવ્યો કિસ્સો
National Creators Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23 સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા. આ દરમિયાન, જ્યોતિષ અરિદમન નામના સર્જકને એવોર્ડ આપતી વખતે, પીએમ મોદીએ એક રમુજી ઘટના સંભળાવી. જેને સાંભળી ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા હતા.
ADVERTISEMENT
National Creators Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 23 સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા. આ દરમિયાન, જ્યોતિષ અરિદમન નામના સર્જકને એવોર્ડ આપતી વખતે, પીએમ મોદીએ એક રમુજી ઘટના સંભળાવી. જેને સાંભળી ત્યાં હાજર લોકો પણ હસી પડ્યા હતા.
પીએમ મોદીએ સંભળાવ્યો બાળપણનો કિસ્સો!
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે તેઓ નાના હતા અને ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમને સીટ મળતી નહોતી. ટ્રેનમાં પણ ઘણી ભીડ હતી. આવી સ્થિતિમાં, જ્યારે તેને યોગ્ય તક દેખાતી, તે તરત જ લોકોના હાથ જોવાનું શરૂ કરી દેતો. વધુમાં તેમણે કહ્યું કે, જ્યોતિષ એક એવી વસ્તુ છે કે જેમાં દરેક વ્યક્તિ હાથ બતાવવા તૈયાર થઇ જાય છે. જ્યારે હું કોઈ જ્યોતિષની જેમ હાથ જોવા લાગતો તો તરત જ લોકો મને બેસવા માટે જગ્યા આપી દેતા.
આ કેટેગરીમાં અપાયા એવોર્ડ
આ એવોર્ડ 20 થી વધુ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં બેસ્ટ સ્ટોરીટેલિંગથી લઈને ધ ડિસપ્ટર ઓફ ધ યર, સેલિબ્રિટી ક્રિએટર ઓફ ધ યર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, બેસ્ટ ક્રિએટર ફોર સોશ્યલ ચેન્જ, મોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર, કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર, ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ, બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર, ક્લીનલીનેસ એમ્બેસેડર એવોર્ડ, ધ ન્યૂ ઈન્ડિયા ચેમ્પિયન એવોર્ડ, ટેક ક્રિએટર એવોર્ડ, હેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ, મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ અને મહિલા), બેસ્ટ ક્રિએટર ઈન ફૂડ કેટેગરી, બેસ્ટ ક્રિએટર ઈન એજ્યુકેશન કેટેગરી, બેસ્ટ ક્રિએટર ઈન ગેમિંગ કેટેગરી, બેસ્ટ માઈક્રો ક્રિએટર, બેસ્ટ નેનો ક્રિએટર, બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર કેટેગરીનો સમાવેશ છે.
ADVERTISEMENT
કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા?
- કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર- મૈથિલી ઠાકુર
- સોશિયલ ચેન્જ એવોર્ડ કેટેગરી - જયા કિશોરી
- બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિએટર - ડ્રુ હિક્સ
- બેસ્ટ સ્ટોરીટેલિંગ ક્રિએટર - કીર્તિકા ગોવિંદસામી
- બેસ્ટ એજ્યુકેશનલ ક્રિએટર - નમન દેશમુખ
- બેસ્ટ ટેક ક્રિએટર - ગૌરવ ચૌધરી
- બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ ક્રિએટર - અંકિત બૈયનપુરિયા
- બેસ્ટ ટ્રાવેલ ક્રિએટર - કામિયા જાની
- બેસ્ટ ક્રિએટર ઈન ફૂડ કેટેગર - કબિતા સિંહ
- Disruptor ઓફ ધ યર એવોર્ડ - રણવીર અલ્હાબાદિયા
- મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ) - આરજે રોનક
- મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર (મહિલા) - શ્રદ્ધા
- બેસ્ટ માઈક્રો ક્રિએટર એવોર્ડ - અરિંદમન
- બેસ્ટ ક્રેએટર ઈન ગેમિંગ કેટેગરી - નિશ્ચય
- હેરિટેજ ફેશન આઈકોન એવોર્ડ - જાહવાની સિંહ
- સ્વચ્છતા એમ્બેસેડર એવોર્ડ- મલ્હાર કલમ્બે
- ફેવરેટ ગ્રીન ચેમ્પિયન એવોર્ડ - પંક્તિ પાંડેય
- સિલિબ્રિટી ક્રિએટર એવોર્ડ - અમન ગુપ્તા
ADVERTISEMENT