Bilkis Bano Case: SCના આદેશ બાદ હવે બિલકિસ કેસના 11 દોષિતો પાસે આગળ શું રસ્તો છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિસ બાનો કેસમાં મહત્વનો નિર્ણય આપ્યો છે. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને મુક્તિ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને કોર્ટે રદ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, રિલીઝ ઓર્ડર વિચાર્યા વગર પસાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.વી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની બેન્ચે દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

ગુનેગારો પાસે આગળ શું રસ્તો છે?

બિલકિસ બાનોના ગુનેગારો પાસે હજુ કાનૂની રસ્તો બાકી છે. તમામ 11 દોષિતો આજના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે. દોષિતો થોડો સમય જેલમાં વિતાવ્યા બાદ માફી માટે અરજી કરી શકે છે. આ માટે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરવી પડશે.

ભારતના બંધારણની કલમ 137 સુપ્રીમ કોર્ટને તેના અગાઉના કોઈપણ ચુકાદા અથવા આદેશોની સમીક્ષા કરવાની સત્તા આપે છે. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર 30 દિવસમાં રિવ્યુ પિટિશન દાખલ કરવાની હોય છે. જે નિર્ણય અથવા આદેશની સમીક્ષા માંગવામાં આવી છે તે તે જ બેંચ સમક્ષ મૂકવો જોઈએ જેણે નિર્ણય પસાર કર્યો હતો. જેના આધારે સમીક્ષા અરજી પર વિચારણા કરી શકાય છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ADVERTISEMENT

1. કોઈપણ નવી માહિતી અથવા પુરાવા મળવા, જે કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરી શકાઈ ન હતી અથવા અરજદાર તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં સક્ષમ ન હતા. જો કે, આ માહિતી રજૂ કરવા યોગ્ય ગણવી તે કોર્ટની વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે.

2. કોર્ટ દ્વારા ચુકાદો આપતી વખતે કોઈ ત્રૂટિ કે ભૂલ થઈ હોય.

ADVERTISEMENT

3. કોઈપણ અન્ય કારણ કે જે કોર્ટને અનુકૂળ હોય.

ADVERTISEMENT

કોર્ટે સરકારને શું કહ્યું?

અગાઉ, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે જે રાજ્યમાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા સંભળાવવામાં આવે છે તે જ રાજ્ય દોષિતોની માફી અરજી પર નિર્ણય લેવા સક્ષમ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, શું તમે નારંગી અને સફરજનની સરખામણી કરશો? શું તમે એક વ્યક્તિની હત્યાને 10 થી વધુ લોકોની હત્યા સાથે સરખાવશો? કેસ બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવો પડ્યો. કોર્ટે ગુજરાત અને કેન્દ્રને સજા માફીને લગતી ફાઇલો રજૂ કરવા કહ્યું હતું અને આવા કેસોનો નિર્ણય લેવા માટે ધોરણોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પોતાનો 100 પાનાનો ચુકાદો આપતાં બેન્ચે કહ્યું, ‘અમારે અન્ય મુદ્દાઓ જોવાની જરૂર નથી. કાયદાના શાસનનું ઉલ્લંઘન થયું છે કારણ કે ગુજરાત સરકારે તેની પાસે ન હોય તેવી સત્તાનો ઉપયોગ કર્યો હતો અને તેની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેના આધારે સજા માફીનો આદેશ પણ રદ કરવો જોઈએ.

શું મામલો હતો?

તમને જણાવી દઈએ કે જે સમયે આ ગેંગરેપની ઘટના બની તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ગોધરા ટ્રેનમાં આગ લગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન બિલકિસ પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની ત્રણ વર્ષની પુત્રી પણ હતી. ગુજરાત સરકારે 15 ઓગસ્ટ, 2022ના રોજ તમામ 11 દોષિતોને માફી આપી હતી અને તેમને મુક્ત કર્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT