કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દીકરીઓ છવાઈ, ભાવિના પટેલને ગોલ્ડ, સોનલબેન પટેલને બ્રોન્ઝ મેડલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બર્મિંઘમ: ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન જારી રાખ્યું હતું. તેમાં પણ ગુજરાતની બે દીકરીઓએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. મૂળ મહેસાણાના ભાવિના પટેલે પેટા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે નાઈજિરિયાની ખેલાડીને ફાઈનલમાં 3-0થી હરાવીને આ મેડલ પોતાને નામ કર્યો હતો. જ્યારે ગુજરાતના જ સોનલબેન પટેલે પણ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ગુજરાતની દીકરીઓ ઝળહળી
પેરા ટેબલ ટેનિસમાં ભારતનું વર્ચસ્વ જોવા મળ્યું. ભાવિના પટેલે મહિલા સિંગલ (વર્ગ 3-5)માં ગોલ્ડ જ્યારે સોનલબેન પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો. ટોક્યો પેરાલંપિકના સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટીયાના ઈકપેયોઈને 12-10, 11-2, 11-9થી હરાવી. જ્યારે 34 વર્ષના સોનલબેને ઈંગ્લેન્ડની સૂ બેલીને 11-5, 11-2, 11-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ADVERTISEMENT

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી શુભકામના પાઠવી
કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવા પર ગુજરાતની બે દીકરીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી હતી. જ્યારે ગોલ્ડ મેડલ જીતવા પર ભાવિના પટેલના ગામમાં લોકોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી.

ADVERTISEMENT

ભારતે શનિવારે 14 મેડલ જીત્યા
શનિવારે ભારતે કુલ 14 મેડલ પોતાના નામે કર્યા. જેમાંથી ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર તથા સાત બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આટલું જ નહીં ક્રિકેટ, ટેબલ ટેનિસ, બોક્સિંગ, હોકી જેવી ઈવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓ ફાઈનલમાં પહોંચતા તેમનો મેડલ નક્કી થઈ ગયો છે.

ADVERTISEMENT

રેસલિંગમાં 3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ
શનિવારે ભારતીય રેસલર્સે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા. પુરુષોની 57 કિલોની કેટેગરીમાં પહેલવાન રવિ દહિયાએ ભારતને ગોલ્ડ અપાવ્યો. જ્યારે રેસલર વિનેશ ફોગાટે 53 કિલોની કેટેગરીમાં ગોલ્ડ અપાવ્યો. જ્યારે નવીને પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 74 કિલોવર્ગની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

ઓસ્ટ્રેલિયા 59 ગોલ્ડ સાથે પ્રથમ નંબરે
ભારતે આઠમા દિવસે 14 મેડલ મેળવ્યા તેમ છતાં પોઈન્ટ ટેબલમાં તે પાંચમા સ્થાને જ છે. ભારતે 13 ગોલ્ડ, 11 સિલ્વર તથા 16 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. મેડલ ટેબલમાં 59 ગોલ્ડ, 46 સિલ્વર અને 50 બ્રોન્ઝ સાથે ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. જ્યારે મેજબાન ઈંગ્લેન્ડ 50 ગોલ્ડ મેડલ સાથે બીજા અને કેનેડા 22 ગોલ્ડ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે ન્યૂઝિલેન્ડ ભારતથી એક સ્થાન ઉપર ચોથા નંબર છે.

    follow whatsapp

    ADVERTISEMENT