Bansuri Swaraj Injured: ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાંસુરી સ્વરાજ, આંખમાં થઈ ઈજા

ADVERTISEMENT

ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાંસુરી સ્વરાજ
Bansuri Swaraj Injured
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત

point

ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજને આંખમાં ઈજા થઈ

point

આંખે પટ્ટી લગાવીને પ્રચાર કરી રહ્યા છે બાંસુરી સ્વરાજ

Bansuri Swaraj Injured: ભારતીય જનતા પાર્ટીના નવી દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. તેઓની આંખમાં ઈજા થઈ છે, જે બાદ તેઓ આંખે પટ્ટી લગાવીને પ્રચાર કરી રહ્યા છે. બાંસુરી સ્વરાજે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.

સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ભાજપના ઉમેદવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની આંખમાં થોડી ઈજા થઈ, જે બાદ તેઓને મોતીનગર વિસ્તારમાં એક પાસે સારવાર કરાવી હતી. બાંસુરી સ્વરાજે આ માટે ડોક્ટરનો પણ આભાર માન્યો છે.

સનાતન ધર્મ મંદિરમાં માતાજીની કરી પૂજા

આંખમાં ઈજા થવા છતાં બાંસુરી સ્વરાજે જનસંપર્ક અભિયાન ચલાવ્યું. તેઓ નવરાત્રીના પ્રથમ દિવસે રમેશ નગર વિસ્તારમાં સનાતન ધર્મ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે અહીં માં દુર્ગાની પૂજા પણ કરી હતી.

ADVERTISEMENT

BJPએ કાપી મીનાક્ષી લેખીની ટિકિટ 

આપને જણાવી દઈએ કે, ભાજપે નવી દિલ્હી સીટ પરથી વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીની ટિકિટ કાપીને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી અને સુપ્રીમ કોર્ટના વકીલ બાંસુરી સ્વરાજને ટિકિટ આપી છે, જે બાદ તેઓ સતત તેમના વિસ્તારમાં એક્ટિવ છે. ટિકિટ મળ્યા બાદ બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે હું મારી માતાને ખૂબ જ મિસ કરી રહીં છું. તેમના આશીર્વાદ મારા પર વરસી રહ્યા છે. 

    follow whatsapp

    ADVERTISEMENT