‘વેક્સિનેશન એક મોટું કૌભાંડ છે, તેનાથી લાખો લોકોનાં મોત થયા’, બાબા રામદેવના નિવેદન પર બબાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા કોરોના રસીકરણને લઈને આપવામાં આવેલું નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં બાબા રસીકરણ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેને એક મોટું કૌભાંડ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, બાબા રામદેવ એમ પણ કહે છે કે આના કારણે લાખો લોકોના મોત થયા છે. વાસ્તવમાં, બાબા એક ટીવી ચેનલનો કાર્યક્રમ કરી રહ્યા હતા, તે જ સમયે તેમણે આ નિવેદન આપ્યું છે. જેને લઈને હવે વેક્સિનેશન પર કોંગ્રેસ દ્વારા સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યા છે.

યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ બી.વીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બાબા રામદેવનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કોરોના વેક્સિનેશન પર નિવેદન આપી રહ્યા છે અને તેને મોટું કૌભાંડ બતાવી રહ્યા છે. વીડિયો સાથે તેઓ લખે છે, મોદીજીના ખૂબ નિકટના બાબા રામદેવ. પ્રધાનમંત્રીજી શું આ સાચું છે?

વીડિયોમાં શું બોલે છે બાબા રામદેવ?
બાબા રામદેવે કહ્યું, “આ રસીકરણ એક મોટું કૌભાંડ છે. રસીકરણને કારણે લાખો, કરોડો લોકો મૃત્યુ પામ્યા છે. જેટલા લોકો કોરોનાથી નથી મર્યા તેનાથી વધારે લોકો કોરોનાની વેક્સિન બાદ હાર્ટ એટેકથી મર્યા છે. કોઈનું વરમાળા પહેરાવી અને નીચે પડીને મૃત્યુ પામ્યો. જ્યારે તે વ્યક્તિને કોઈ રોગ પણ ન હતો, હૃદયમાં કોઈ બ્લોકેજ નહોતું, ન તો બીજું કંઈ હતું. કોઈ સ્વિમિંગ પૂલમાં ગયો અને પછી પાછો જ ન આવ્યો, દોડતા દોડતા ખેલાડીઓ અને સૈનિકોના મોત થયા. રસીકરણ પછી ઘણા લોકોને ડાયાબિટિસ થઈ ગઈ. તો ઘણા લોકોએ તેમની આંખો ગુમાવી. વેક્સિનેશન બાદ લકવો થયો, સફેદ ડાઘ થયા, કિડની ફેલ્યોર હતી, કેન્સર હતું તેમને ફરીથી કેન્સર થયું. આ સાથે રામદેવ બાબાએ કહ્યું કે, જેમના લીવર અને કીડની સાજા કરી દીધા હતા તેમના પણ વેક્સિનેશન બાદ ફરીથી લીવર અને કીડની ખરાબ થઈ ગયા છે.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT