Ayodhya રામ મંદિરના પુજારીઓને મળશે સરકારી IAS અધિકારીઓ જેવી સુવિધા

ADVERTISEMENT

Ayodhya ram Mandir case
Ayodhya ram Mandir case
social share
google news

નવી દિલ્હી : રામજન્મભુમિના પુજારીઓના અચ્છે દિન આવવાના છે. હવે પુજારીઓ તથા કર્મચારીઓને સરકારી સ્તરની સુવિધા આપવાની તૈયારી છે. શ્રીરામજન્મભુમિના મુખ્ય અર્ચક આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, રામલલાની સેવામાં નિયુક્ત પુજારીઓ અને કર્મચારીઓને હવે સરકારી સ્તરની સુવિધા શ્રીરામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.

પુજારીઓ અને કર્મચારીઓને મળશે અધિકારીઓ જેવી સુવિધા

મળતી માહિતી અનુસાર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આશ્વસ્ત કર્યા છે કે, ઝડપથી પુજારીઓ તથા કર્મચારીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. આ અંગે મંથન ચાલી રહ્યું છે. સત્યેન્દ્ર દાસનો દાવો છે કે, હવે પુજારીના રહેવા-ખાવા અને ચિકિત્સકીય સુવિધાઓ સાથે સાથે રહેવા માટેનું ભથ્થુ પણ આપવામાં આવશે.

ADVERTISEMENT

રામલલાની સેવામાં હાલ કુલ 8 કર્મચારીઓ છે

આટલું જ નહી સરકારી રજાની સ્થિતિમાં પુજારીઓને પણ રજા આપવામાં આવશે. રામલલાની સેવામાં હાલ ચાર પુજારીઓ સહિત કુલ 8 કર્મચારીઓ તહેનાત છે. મળતી માહિતી અનુસાર પુજારીઓનાં પગાર પણ વધારવામાં આવશે. તેઓને સરકારી અધિકારીઓ જેવા પગાર અને ભથ્થા ચુકવવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT