11 વર્ષમાં પહેલીવાર જેલથી બહાર આવશે આસારામ, જાણો કોર્ટે શા માટે આપ્યા 7 દિવસના પેરોલ

Gujarat Tak

ADVERTISEMENT

asaram parole
આસારામ પેરોલ
social share
google news

Asaram Parole for Treatment : યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા 83 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. તે 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. આ પહેલીવાર છે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.

થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેને તાત્કાલિક જોધપુર એમ્સમાં દાખલ કર્યા. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMSમાં દાખલ છે. આ દરમિયાન આસારામ વતી ઈમરજન્સી સારવાર માટે પેરોલની અપીલ કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટે શરતી મંજૂરી આપી છે. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મણાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગયા વર્ષે, ગુજરાતની એક કોર્ટે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT