કેજરીવાલ રહેશે જેલમાં! હાઈકોર્ટે બહાર નીકળવાની આશા પર ફેરવી દીધું પાણી

ADVERTISEMENT

Arvind Kejriwal
કેજરીવાલનો જેલવાસ યથાવત્
social share
google news

Arvind Kejriwal : દારુ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા જામીન પર સ્ટે મૂક્યો છે. 

ઈડીએ ખખડાવ્યો હતો હાઈકોર્ટનો દરવાજો

EDએ અરવિંદ કેજરીવાલને જામીન પર છોડવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. EDએ તેના SLPમાં કહ્યું છે કે તપાસના મહત્વના તબક્કે અરવિંદ કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે, કારણ કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે.

કેજરીવાલના વકીલની દલીલને ફગાવાઈ

આના પર હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની જરૂર નથી.

ADVERTISEMENT

ગુરુવારે મળ્યા હતા જામીન

વાસ્તવમાં અરવિંદ કેજરીવાલને એક દિવસ પહેલા ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

અમને સમય આપવામાં આવ્યો નથીઃ ED

તમને જણાવી દઈએ કે જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની વેકેશન બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. ASG રાજુએ કહ્યું કે, અમને અમારી લેખિત રજૂઆત કરવા માટે સમય આપવામાં આવ્યો નથી. આ બિલકુલ વાજબી નથી. EDએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે. ASG રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. તેમણે સિંઘવીની હાજરીમાં વિરોધ નોંધાવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT