આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા, આર્થિક તંગીથી હતા પરેશાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: હિન્દી સિનેમામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે નથી. નીતિને બુધવારે સવારે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો હતો. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સિનેમા જગતમાં શોકની લાગણી પ્રસરી ચુકી છે.

નીતિન દેસાઈ તેમના કર્જતના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે હજુ સુધી તેમના મૃત્યુના કારણ વિશે વધુ વિગતો શેર કરી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

9 ઓગસ્ટે હતો જન્મ દિવસ
પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિન દેસાઈએ સવારે સાડા ચાર વાગ્યે એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમના મૃત્યુનું કારણ આર્થિક તંગી હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નીતિન દેસાઈ પોતાના રૂમમાં ગયો હતો. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યો ન હતો. ત્યારબાદ તેના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોયું તો નીતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ADVERTISEMENT

સૌથી ચોંકાવનારી વાત એ છે કે નીતિન દેસાઈ 9 ઓગસ્ટે તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ અફસોસની વાત એ છે કે તેમના જન્મદિવસ પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

આર્થિક તંગી બની મોતનું કારણ?
કરજતના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ નીતિન દેસાઈના મૃત્યુ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું- નીતિન દેસાઈ મારા મતવિસ્તારમાં આવતા હતા. તેઓ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે તેણે આજે સવારે એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી.

ADVERTISEMENT

આ બ્લોગબ્લસ્ટર ફિલ્મ માટે તૈયાર કરી ચૂક્યા છે સ્ટેજ
નીતિને 1989માં ફિલ્મ પરિંદાથી આર્ટ ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોના સેટ તૈયાર કર્યા હતા. તેમણે ડિઝાઇન કરેલા પ્રખ્યાત ફિલ્મોના સેટમાં પ્યાર તો હોના હી થા, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાનીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

4 વખત મળ્યો છે નેશનલ એવાર્ડ
નીતિન દેસાઈને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે 4 વખત નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. બે દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલીવુડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. સિનેમાની દુનિયામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT