પૂંછ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ, પુરાવો સામે આવતા ખળભળાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

jammu and kashmir attack : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેના પર હુમલા અંગે મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પૂંછ આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે.સૂત્રએ જણાવ્યું કે પૂંછ આતંકવાદી હુમલો આતંકવાદી સંગઠન TRF એટલે કે રેઝિસ્ટન્સ ફ્રન્ટના પૂંચ મોડ્યુલની મદદથી કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં આતંકવાદીઓને પાકિસ્તાની સેનાની સીધી મદદ મળી રહી હતી.

પુંછમાં થયેલા ત્રણ નાગરિકોના મોત મામલે બ્રિગેડિયર સ્તરની તપાસ

જમ્મુ કાશ્મીરનાં પુંછમાં થયેલા ત્રણ નાગરિકોનાં મોતના મામલે સેનાના બ્રિગેડિયર સ્તરના એક અધિકારી પર તપાસ બેસાડી દીધી છે. સાથે જ તેમના પર એક્શન લેતા તેમને એટેચ કરી દીધા છે. ભારતીય સેનાના સુત્રો અનુસાર 13 સેક્ટર રાષ્ટ્રીય રાઇફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને એટેચ કરવામાં આવ્યા છે. સાથે જ એટેચ કરવામાં આવેલા અધિકારીના ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાનોએ શહીદ થવાની ઘટનાઓની પણ તપાસ કરવામાં આવશે.

ચાર જવાનો શહીદ થયા હતા

21 ડિસેમ્બરે, પૂંછના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો ત્યારે ચાર જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, આ પછી ત્રણેય નાગરિકોને હુમલા સંબંધિત પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં ત્રણ નાગરિકો પાછળથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, સુરનકોટ બેલ્ટના પ્રભારી બ્રિગેડિયર સ્તરના અધિકારીની બદલી કરવામાં આવી છે અને સંબંધિત યુનિટના અન્ય અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સેના, પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને શાંતિ જાળવવા માટે જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT