અમિતાભ બચ્ચને ઇજાગ્રસ્ત થયા બાદ ચાહકોને આપ્યો ખાસ સંદેશ, હું ઉભો ન થઇ શકું તો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. તેમણે સોમવારે પોતાના બ્લોગ પર આ વાત કરી હતી. અમિતાભ હાલ મુંબઇના પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ K નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાસળી પર ઇજા પહોંચી હતી. હૈદરાબાદમાં ચેકઅપ બાદ અમિતાભને મુંબઇ મોકલવામાં આવ્યા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે, રિબ કેજમાં માંસપેશી ફાટી ગઇ હતી. શૂટિંગ રદ્દ કરી દેવાયું છે. પટ્ટી બાંધી દેવાઇ છે અને સારવાર ચાલી રહી છે. ખુબ જ દર્દ થઇ રહ્યું છે. હલન ચલનમાં તકલીફ પડી રહી છે. ખુબ જ દર્દ થઇ રહ્યું છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ દર્દ માટે મને કેટલીક દવાઓ અપાઇ છે. જો કે સ્વસ્થ થવામાં થોડા અઠવાડીયાનો સમય લાગશે.

હું જ્યાં સુધી સાજો ન થઉ ત્યાં સુધી સંપુર્ણ આરામ રાખશો
બીગ બીએ લખ્યું કે, જ્યા સુધી હું સાજો નથી થઇ જતો ત્યાં સુધી સંપુર્ણ આરામ માટેની સલાહ આપવામાં આવી છે. હું જલસા ખાતે આરામ કરી રહ્યો છું. જરૂરી કામ કાજ માટે જ ઉભા થવાની સલાહ આપવામાં આવી છે. મારા માટે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે કે, ગેટ પર મારા ચાહકોને મળી શકીશ કે નહી. માટે કૃપા કરીને ચાહકો ન આવે તેવી મારી પ્રાર્થના છે. તમે તે લોકોને આ વાત કહો જેઓ જલસા આવવા માટેનું આયોજન બનાવી રહ્યા છે. મારી તબિયત સારી છે.

અગાઉ પણ પગની નસ કપાઇ જતા સારવાર માટે ખસેડાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિતાભે દિવાળી પહેલા પોતાના પગની નસ કપાઇ જવાની માહિતી આપી હતી. તેમણે એક બ્લોગ દ્વારા જણાવ્યું કે, પગની નસ કપાઇ ગઇ હતી. ખુબ જ લોહી વહી ગયું હતું. તેમણે હોસ્પિટલ પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટર્સે તેમના પગ પર ટાંકા લગાવ્યા હતા. બ્લોગમાં તેમણે લખ્યું કે, મેટલના ટુક મારા ડાબા પગને કાપી નાખ્યો, જેના કારણે નસ કપાઇ ગયા હતા. નસ કાપતાની સાથે જ મારૂ ઘણુ બધુ લોહી વહી ગયું હતું. સમય પર સ્ટાર અને ડોક્ટર્સની ટીમ મદદથી હું યોગ્ય સમયે સાજો થઇ ગયો. ઓપરેશન થિયેટર લઇ જઇને મારા પગમાં ટાંકા લગાવ્યા બાદ હું સ્વસ્થ છું.

ADVERTISEMENT

પુનિત ઇસ્સારના મુક્કાને કારણે 1982 માં પણ ગંભીર સ્થિતિ સર્જાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, 26 જુલાઇ, 1982 ના રોજ ફિલ્મ કુલીના સેટ પર અમિતાભ બચ્ચ ઘાયલ થઇ ગયા હતા. આ દુર્ઘટના ત્યારે થઇ હતી, જ્યારે એક એક્શન સીન દરમિયાન માર્શલ આર્ટમાં માહિર પુનીત ઇસ્સારે તેમને જોરદાર મુક્કો માર્યો હતો. પુનીત ઇસ્સારનો મુક્કો જેવો તેમના પેટ પર પડ્યો અમિતાભ બચ્ચન જમીન પર પડી ગયા હતા. થોડા સમય બાદ તેમને ખુબ જ દર્દ થવા લાગ્યું હતું. મનમોહન દેસાઇએ તેમને તત્કાલ તેમની સારવાર શરૂ કરી.થોડા સમય સુધી ડોક્ટર્સને બીમારી પકડમાં જ નહોતી આવી. અનેક ટેસ્ટ બાદ ક્લિયર ડાયગ્નોસિસ નહોતા થઇ રહ્યા. અમિતાભની હાલત બગડી રહી છે. ત્યારે વેલ્લોરના ડો ભટ્ટે એક્સરે રિપોર્ટમાં ઇન્ટેસ્ટીનલ પર્ફોરેશન ડિટેક્ટ કરીને જણાવ્યું કે, અમિતાભના પેટમાં થયેલી ઇજામાં પસ થવા લાગ્યું હતું. ત્યાર બાદ તત્કાલ અમિતાભની ઇમરજન્સી સર્જરી કરવામાં આવી. 2 ઓગસ્ટ, 1982 ના રોજ ડોક્ટર્સની મહેનત બાદ ફરી બેઠા થયા.

    follow whatsapp

    ADVERTISEMENT