મણિપુરમાં 7 મહિના બાદ ઇન્ટરનેટ ચાલુ થતા જ પરિસ્થિતિ વણસી, તોફાનોમાં 13 લોકોનાં મોત

ADVERTISEMENT

Manipur Violance
Manipur Violance
social share
google news

મણિપુર: શહેરમાં હિંસાની હાલની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ટેગનૌપાલ જિલ્લાના સાઇબોલ નજીક લેટિથુ ગામમાં મિલિટેંટ્સના બે જુથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.

મણિપુરમાં સોમવારે બપોરે સામે આવેલી હિંસાની હાલની ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. સુરક્ષા દળના અધિકારીઓએ કહ્યું કે, બપોરે આશરે ટેંગનૌપાલ જિલ્લાના સાઇબોલની પાસે લેટિથુ ગામમાં ઉગ્રવાદીઓના બે જુથો વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ગત સાત મહિનાથી ઇન્ટરનેટ પ્રતિબંધિત હતો, જેને સરકારે રવિવારે હટાવી દીધો હતો.ઇન્ટરનેટ પ્રતિબંધ હટતાની સાથે જ ફરી એકવાર સ્થિતિ બેકાબુ થઇ છે.

સુરક્ષાદળો પહોંચે તે પહેલા ઉગ્રવાદીઓએ હિંસક કૃત્ય આચર્યું

સુરક્ષાદળના અધિકારીઓના અનુસાર નજીકના સુરક્ષા દળ આ સ્થળથી લગભગ 10 કિલોમીટર દુર હતા. એક વાર જ્યારે અમારી સેનાઓ આગળ વધી અને તે સ્થળ પર પહોંચી તો તેમણે લીથુ ગામમાં 13 શબ મળ્યા. સુરક્ષા દળોના અુસાર શબોની નજીક કોઇ હથિયાર નહોતું મળ્યું. આ મામલે જાણકાર એક અધિકારીએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, મૃતક લીથુ વિસ્તારનાં નહી પરંતુ કોઇ અન્ય સ્થાનથી આવેલા હોવાનું લાગી રહ્યું છે. ન તો પોલીસ અને ન તો સુરક્ષા દળોના મૃત લોકોની ઓળખની પૃષ્ટી કરી. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે અને આ મામલે તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

ક્યારે શરૂ થયો સંઘર્ષ

અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુર 3 મેથી મૈતેઇ અને કુકીઓ વચ્ચે જાતીય સંઘર્ષથી ભડકેલું છે. આ ઘર્ષણમાં ઓછામાં ઓછા 182 લોકોનાં મોત થયા છે અને આશરે 50 હજાર લોકો વિસ્થાપિત થયા છે. હિંસાને ધ્યાને રાખીને સમગ્ર મણિપુરમાં ઇન્ટરનેટ સેવાઓ 3 મે સુધી અટકાવી દેવાઇ છે. જેને 23 સપ્ટેમ્બરના થોડા સમય માટે હટાવી દેવાયા હતા પરંતુ 26 સપ્ટેમ્બરે ફરીથી ઇન્ટરનેટ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો.

કેટલી છે વસ્તી?

મણિપુરની વસ્તીમાં મૈતેઇ સમુદાયના લોકોની વસ્તી આશરે 53 ટકા છે અને તેઓ મોટે ભાગે ઇંફાલની ખીણમાં રહે છે. બીજી તરફ નગા અને કુકી આદિવાસીઓની વસ્તી આશરે 40 ટકા છે.તેઓ મોટા ભાગના પર્વતીય જિલ્લામાં રહે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT