VIDEO : 'મારા પપ્પાને જેલમાં બંધ કરી દો, મને બહુ ખિજાય છે', રડતો રડતો બાળક પહોંચ્યો પોલીસ સ્ટેશન

ADVERTISEMENT

child lodges FIR against father
બાળકની પિતા વિરૂદ્ધ ફરિયાદ
social share
google news

Child Lodges FIR Against Father : મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મનાવર પોલીસ સ્ટેશનની બાકાનેર પોલીસ ચોકીથી એક માસૂમ બાળકનો ચોંકાવનારો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પિતાથી નારાજ એક બાળક તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. એક આઠ વર્ષનો બાળક પોલીસ પાસે બેસીને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યો હોવાનું કહેવાય છે. આ મામલો ગંભીર ન હોવા છતાં બાળકની આ હરકત ચર્ચાનો વિષય બની હતી.

બાળકને તેના પિતાનો ઠપકો ન ગમ્યો

એક બાળક રડતો રડતો પોલીસ ચોકી પહોંચ્યો હતો. ત્યાં હાજર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ગોરેલાલ શુક્લાએ બાળકને ખુરશી પર બેસાડીને ચર્ચા કરી. બાળકે કહ્યું કે મારા પિતા મને દિવસ દરમિયાન નદીની નજીક કે રસ્તા પર ન જવા માટે ઠપકો આપે છે. મારા પિતાને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દો. પોલીસે માસૂમ બાળકની આખી વાત સાંભળી, તેને પ્રેમથી સાંત્વના આપી અને તેને ઘરે મોકલી દીધો.

આ મામલો લગભગ એક સપ્તાહ જૂનો છે. પરંતુ તેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બાળકની આ હરકત ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો આ વીડિયોને બાળકની મજાક ગણાવીને શેર કરી રહ્યા છે.

ADVERTISEMENT

દીકરો સ્કૂલે નથી જતો અને રસ્તા પર રખડે છે, તેથી... : બાળકના પિતા

ચોકીના ઈન્ચાર્જ અશ્વિન ચૌહાણ બાળકના ઘરે પહોંચ્યા અને પિતાને સમજાવ્યા. પિતા અને માસૂમ બાળક પર કેટલાય દિવસો સુધી દેખરેખ રાખવામાં આવી. પોલીસે આ મામલે પિતાને યોગ્ય સલાહ આપી છે. છોકરાના પિતા ઈકબાલે જણાવ્યું કે દીકરો સ્કૂલે નથી જતો અને નદી પર જાય છે અને રસ્તા પર રખડે છે. અકસ્માતનો ભય રહે છે. જેના કારણે તેને ઠપકો આપવામાં આવ્યો હતો. ઘરથી થોડે દૂર ચોકી હોવાથી તે પોલીસ ચોકીમાં રિપોર્ટ લખવા ગયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT