દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં13,734 લોકો થયા સંક્રમિત
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના નવા કેસોમાં 16.6 ટકાનો ઘટાડો થયો છે 13,734 નવા કેસ…
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના નવા કેસોમાં 16.6 ટકાનો ઘટાડો થયો છે 13,734 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,39,792 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે 34 લોકોના મોત થયા છે.
હાલમાં દેશમાં કુલ સંક્રમણમાં એક્ટિવ કેસ 0.32 ટકા છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.48% છે. છેલ્લા 24 કલાકમાં 17,897 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેનાથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 43,383,787 થઈ ગઈ છે. દેશમાં કુલ સંક્રમણના 0.32% એક્ટિવ કેસ છે જ્યારે 98.49% લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 1.20% લોકોના મૃત્યુ ઠાઈઓ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં, નવા કોરોના 4,11,102 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં વેકસીનેશનની વાત કરવામાં આવે તો છેલ્લા 242 કલાકમાં 26,77,405 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. કુલ વેકસીશન 2,04,60,81,08એ પહોંચ્યું છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલકમાં 606 કેસ નોંધાયા હતા જ્યારે 729 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.62 ટકા થઈ ગયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,38,393 દર્દીઓએ મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલમાં 6,413 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,400 દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 2,74,983 લોકોને વેકસીનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,68,47,239 વેકસીનેશનના ડોઝ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT