Cyber Fraud: ન બેંક ડિટેલ્સ શેર કરી, ન આપ્યો OTP… છતાં બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા 13.8 લાખ, જાણો કઇ રીતે

ADVERTISEMENT

gujarattak
social share
google news
દરરોજ નવા-નવા સાયબર ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. હવે સાયબર ક્રાઈમનો એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં એક 72 વર્ષીય વૃદ્ધને 13.8 લાખ રૂપિયાની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. આ મામલો પુણેનો છે અને પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ચાલો આ સમગ્ર મામલાની વિગતો જાણીએ.

13.86 લાખ એકાઉન્ટમાંથી ઉપડી ગયા

વાસ્તવમાં 72 વર્ષના એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી કુલ 13.86 લાખ રૂપિયા ઉપડી ગયા અને પોલીસે હવે ફરિયાદ નોંધી છે. નોંધનીય વાત એ છે કે, આમાં ફરિયાદીએ ન તો કોઈ બેંક ડિટેલ્સ શેર કરી હતી અને ન તો કોઈ OTP આપ્યો આપ્યો હતો.

અજાણ્યા નંબરથી આવ્યો હતો કોલ

પોલીસે જણાવ્યું છે કે, ફરિયાદીના ફોન પર ઓગસ્ટ મહિના દરમિયાન અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેણે પાન કાર્નેડ અપડેટ કરવા જણાવ્યું હતું. આ પછી સ્કેમર્સે ફરિયાદીને પાન કાર્ડ અપડેટ ન કરવાથી થતાં નુકસાન વિશે જણાવ્યું હતું.

સ્માર્ટફોનમાં ઈન્ટોલ કરાવી એપ

સ્કેમર્સે વૃદ્ધને PAN અપડેટ કરવાના માટે એક એપ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. આ પછી તેમણે એક APK App ઇન્સ્ટોલ કરી. એકવાર એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ ગયા પછી ઠગોએ તેમના ફોનથી  OTP અને બેંક ડિટેલ્સનું એક્સેસ લઈ લીધું. જે બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 13.86 લાખ રૂપિયા ઉપાડી લીધા.

પોલીસે હાથ ધરી તપાસ

આ ટ્રાન્ઝેક્શન મલ્ટીપલ એકાઉન્ટમાં થયા છે.  વૃદ્ધએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે વૃદ્ધએ APK App ઇન્સ્ટોલ કરી હતી, જેનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.તમને જણાવી દઈએ કે અજાણ્યા સ્ત્રોતથી એપ ઇન્સ્ટોલ કરવી ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તેની મદદથી હેકર્સ તમારા સ્માર્ટફોનનું રિમોટ એક્સેસ લઈ લે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT