કેરળઃ કેરળના ઈડુક્કી જિલ્લામાં એક હચમચાવી મુકનારી ઘટના બની છે. અહીં એક નવજાત બાળકના મૃત્યુના થોડા જ દિવસોમાં માતાએ પોતાના મોટા પુત્રને સાથે લઈ આપઘાત કરી લીધો છે. બંનેના મૃતદેહ ઘર આંગણે બનેલા કુવામાંથી મળી આવતા ચકચાર ચમી ગઈ છે. બન્યું એવું હતું કે થોડા દિવસ પહેલા પોતાના નવજાત બાળકને તે દૂધ પીવડાવી રહી હતી. તે દરમિયાન દૂધ ગળામાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. જેના કારણે આ મહિલા સતત આઘાતમાં રહેતી હતી. હાલ પ્રારંભીક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે મહિલાએ આ જ દુખ સહન નહીં થતા પગલું ભર્યું હોઈ શકે છે. જોકે પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભરુચઃ લોક ડાયરા વચ્ચે મસાણી માતા પર ડોલરનો વરસાદ
બંનેની લાશ મળતા ચકચાર
પ્રાપ્ત વિગતો અનુસાર કેરળના ઈડુક્કી જિલ્લામાં આવેલા ઉપપુથરામાં ગુરુરવારની સવારે એક મહિલા અને તેના પુત્રની લાશો ઘર આંગણે આવેલા એક કુવામાંથી મળી આવી હતી. મહિલાનું નામ લિસા અને તેના સાત વર્ષના પુત્રનું નામ ટોમ હતું. તે બંને કૈથપથલના સહેવાસી છે. અચાનક માતા અને પુત્રના આપઘાતની જાણકારી મળતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહોને કુવામાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી હતી.
એ..એ… વીજળી પડી Live Video: દાહોદમાં વીજળી પડતા 2 વ્યક્તિ, 8 પશુના મોત
અગાઉ બે બાળકો મૃત્યુ પામ્યા
પોલીસની પ્રારંભીક તપાસમાં સામે આવ્યું કે લીસાએ લગભગ સવારે છ વાગ્યે મહિલા તેના પુત્ર સાથે કૂવામાં પડી ગઈ હશે. પોલીસને પરિવારજનો સાથે પુછપરછમાં જાણવા મળ્યું કે, લિસાના એક બાળકનું હમણાં જ મોત નિપજ્યું છે. 28 દિવસનું આ બાળક તો મૃત્યુ પામ્યું જ પરંતુ બે વર્ષ પહેલા પણ લિસાનું અન્ય એક બાળક પણ મોતને ભેટ્યું હતું. જેના કારણે મહિલાએ આપઘાત કર્યો હોવાનું હાલ તો પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.